નાદારીના એક વર્ષ બાદ અંતે જેટ એરવેઝ માટે ખરીદાર મળ્યા

share-market-news-india
|

July 22, 2020, 3:01 PM


More than a year into the insolvency process, Jet Airways finally gets bids.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ભારતની એક સમયની ટોચની અને વર્લ્ડ ક્લાસ એરલાઈન્સ જેટ એરવેઝ 13 માસ અગાઉ નાદારી કોર્ટમાં ધસેડવામાં આવી હતી.

નાદારી કોર્ટમાં કેસ દાખલ થયેલ 13 માસના સમયગાળામાં અંતે જેટ એરવેઝને અંતે એક ખરીદાર મળ્યો છે.

જોકે મહત્વની વાતે છે કે નાદારી પ્રક્રિયા હેઠળ જેટ એરવેઝ માટે બે બીડ મળી છે. ડેડલાઈનના અંતિમ દિવસોમાં 21મી જુલાઈએ જેટ એરવેઝ માટે બોલી લગાવવામાં આવી છે.

અગાઉ નિર્ધારિત કરેલ 4 બીડર્સમાંથી બે બોલી લગાવનારની બીડ અંતે સ્વીકારવામાં આવી છે.

બે બોલી લગાવનાર સમૂહમાંથી એક ગૃપમાં ફ્લાઈટ સિમ્યુલેશન ટેક્નિક સેન્ટર પ્રાઈવેટ લિમિટેડ, બિગ ચાર્ટર પ્રાઈવેટ લિમિટેડ અને ઈમ્પિરિયલ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ LLCએ સંયુક્ત બોલી લગાવી છે. FSTC અને બિગ ચાર્ટર દિગ્ગજ ઉદ્યોગપતિ જે એવિયેટરમાંથી બિઝનેસમેન બન્યા છે તેવા સંજય માંડવિયાના નેજા હેઠળની કંપની છે. ઈમ્પિરિયલ કેપિટલ દુબઈ સ્થિત ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ અને વેલ્થ મેનેજમેન્ટ કંપની છે.

સામે પક્ષે બોલી લગાવનાર બીજા સમૂહમાં લંડન સ્થિત ફાઈનાન્શિયલ સર્વિસિસ આપતી કંપની કાલરોક કેપિટલ અને એન્ટરપ્રોન્યર મુરારી લાલ જાલનનો સમાવેશ થાય છે.

આ સિવાય અન્ય બે સ્યુટર્સમાં આલ્ફા એરવેઝ અને કેનેડિયન ઈન્વેસ્ટત શિવાકુમાર રાસિઅહનો સમાવેશ થાય છે.

એપ્રિલ, 2019માં નાદારી કોર્ટમાં ધકેલવામાં આવેલ જેટ એરવેઝ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર 8000 કરોડનું દેવું છે. આ સિવાય વધુ 30,000 કરોડના લેણાંની માંગણી જેટ એરવેઝના રીઝોલ્યુશન પ્રોફેશનલ પાસે કરવામાં આવી છે.

Jet Airways, which stopped operations in April 2019, owes banks – led by State Bank of India – over Rs 8,000 crore. Furthermore, claims of over Rs 30,000 crore have been made on the airline.

Web Title: More than a year into the insolvency process, Jet Airways finally gets bids