નાદાર થયેલ ડેક્કન ક્રોનિકલ BCCI સામે 4800 કરોડનો કેસ જીતી

share-market-news-india
|

July 18, 2020, 6:09 PM

| updated

July 18, 2020, 6:13 PM


Deccan Chronicle wins ₹4,800 crore arbitration award against BCCI.jpg

https://www.vyaapaarsamachar.com/

દેવાના ડુંગર હેઠળ દબાયેલ ડેક્કન ક્રોનિકલ કંપની માટે ફરી આશાનું કિરણ જાગ્યું છે. ડેક્કન ક્રોનિકલે BCCI સામે 4800 કરોડ રૂપિયાનો જુનો એક કેસ જીત્યો છે. કોર્ટ દ્વારા નિયુક્ત આર્બિટ્ર્રેટરે ડેક્કન ક્રોનિકલની IPL ટીમની ફ્રેન્ચાઈઝી અગાઉથી રદ કરવા પર BCCI સામે કરેલ ડેક્કન ક્રોનિકલના દાવાને મંજૂર રાખ્યો હતો.

બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા(BCCI) શુક્રવારે ડેક્કન ક્રોનિકલની IPL ફ્રેન્ચાઈઝી ડેક્કન ચાર્જર્સ(હવે હૈદરાબાદ) સામે BCCIનો આર્બિટ્રેશન અવાર્ડ હાર્યો છે. IPL ગવર્નિંગ કાઉન્સિલની તાત્કાલિક બેઠકમાં 15મી સપ્ટેમ્બર, 2012એ IPL ટીમ માટેની ડેક્કન ક્રોનિકલ હોલ્ડિંગ લિમિટેડની ફ્રેન્ચાઈઝી ડેક્કન ચાર્જર્સને રદ્દ કરી હતી.

ડેક્કન ક્રોનિકલે આ ટર્મિનેશન સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તેને ગેરલાયક ઠેરવવા રજૂઆત કરી હતી. આ ટેન્ડર ફરી BCCI દ્વારા બહાર પાડવામાં આવ્યું અને સન ટીવીને પરવાનો આપવામાં આવ્યો અને ત્યારબાદ નામ બદલીને The Sunrise.

આઠ વર્ષ જુના કેસમાં રીટાયર્ડ જજ CK ઠાકરને એકમાત્ર આર્બિટ્રેટર તરીકે નિયુક્ત કર્યા હતા. આઠ વર્ષ બાદ શુક્રવારે આ કેસનો ચુકાદો હૈદરાબાદ સ્થિત કંપનીની તરફેણમાં આવ્યો અને સપ્ટેમ્બર,2020 સુધીમાં ડેક્કન ક્રોનિકલને BCCIએ વ્યાજ સહિતની બાકી રકમ પેટે 4800 કરોડ ચૂકવવાના છે.

ડેક્કન ક્રોનિકલ એક નાદાર કંપની છે. 2018માં નાદારી કેસ દાખલ થયા બાદ કોલકતા સ્થિત SREI ગૃપની SREI મલ્ટીપલ એસેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્ર્રસ્ટ વિઝન ફંડે રીઝોલ્યુશન પ્લાન બાદ ડેક્કન ક્રોનિકલને ખરીદી હતી. ડેક્કન ક્રોનિકલના 8180 કરોડને 37 લેણૅદારો વચ્ચે વહેંચવામાં આવશે.

Web Title: Deccan Chronicle wins Rs 4,800 crore arbitration award against BCCI