નાના શેરમાં ભારે હલચલ, મિડકેપ-સ્મોલકેપ ઈન્ડેકસ 0.75% અપ

share-market-news-india
|

July 23, 2020, 10:15 AM

| updated

July 23, 2020, 10:21 AM


Small Shares in Actions Sensex-Nifty Flat, Broader Market Jumps 0.75%.png

vyaapaarsamachar.com

અમદાવાદ : ભારતીય શેરમાર્કેટમાં ગુરૂવારના સવારના સેશનમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. મોર્નિંગ સેશનમાં બેંચમાર્ક ઈન્ડેકસ નેગેટીવ-પોઝીટીવ ઝોનમાં જોલા ખાઈ રહ્યું છે.

બેંચમાર્કના ફિક્કા પ્રદર્શનને આજે કોઈ ધ્યાન નથી આપી રહ્યું કારણકે આજે નાના શેરમાં ભારે હલચલ છે. બીએસઈ ખાતે 574 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે તો સામે પક્ષે 1157 શેર વધ્યાં છે એટલેકે એડવાન્સ-ડિકલાઈન રેશિયો અંદાજે 2:1 છે.

મોર્નિંગ સેશનમાં જ 110 શેરમાં અપર સર્કિટ છે અને 56 શેરમાં 52 સપ્તાહનું નવું સ્તર જોવા મળ્યું છે.

બીએસઈ મિડકેપ ઈન્ડેકસ 0.86% તો બીએસઈ સ્મોલકેપ ઈન્ડેકસ 0.63% અપ છે,

બેંચમાર્ક ઈન્ડાયસિસ પર નજર કરીએ તો સેન્સેકસ 20 અંક જ અપ છે. સેન્સેકસ એકસમયે 150 અંક ઘટીને ટ્રેડ કરી રહ્યો હતો,જે હવે 0.05% અપ છે. નિફટી પણ સપોર્ટ નજીક 11,103નું તળિયું બનાવી 11,150 પર 17 અંક વધીને ટ્રેડ કરી રહ્યો છે.

બેંક નિફટીમાં આજે દબાણ છે. સેન્સેકસ-નિફટીના સામાન્ય વધારાની સામે નિફટી બેંક 60 અંક, 0.26%ના ઘટાડે 22,820ના લેવલે ટ્રેડિંગ થઈ રહ્યું છે. નીચલા લેવલેથી BNF પણ 100 અંક સુધર્યો છે.

માર્કેટ એક્શન :

  • નબળા પરિણામો છતા આજે L&Tનો શેર 1% અપ
  • સારા પરિણામો છતા ASTEC  લાઈફ 4% તૂટ્યો
  • બ્રોકરેજ શેર એક્શનમાં, ICICI સિક્યો Q4 રીઝલ્ટને પગલે 5% અપ
  • આજે બ્રુવરીઝ શેર પર રહેશે નજર, પરિણામો નક્કી કરશે દિશા
  • એક્સિસ બેંક અને HDFC બેંકમાં પ્રોફિટ બુકિંગ
  • ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રા પણ ઘટ્યા

Web Title: Small Shares in Actions: Sensex-Nifty Flat, Broader Market Jumps 0.75%