નોકરીયાત વર્ગ માટે સારા સમાચાર, ગ્રેચ્યુઇટીની સમયમર્યાદા ઘટાડીને એક વર્ષ કરવા ભલામણ

india-news
|

August 06, 2020, 3:25 PM

| updated

August 06, 2020, 3:40 PM


Five Year Criteria Of Gratuity Should Be Reduced To One, Parliamentary Committee Suggests.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : મજૂર બાબતોની સંસદીય સમિતિએ તેના તાજેતરના અહેવાલમાં કર્મચારીઓ માટેની ગ્રેચ્યુટીની સમયમર્યાદા ઘટાડીને એક વર્ષ કરવાની ભલામણ કરી છે. તમને જણાવી દઇએ કે, ગ્રેચ્યુઇટી મેળવવા માટેની સમયમર્યાદા પાંચ વર્ષની છે. મજૂર અંગે સંસદની સ્થાયી સમિતિએ શુક્રવારે લોકસભા અધ્યક્ષને સોશિયલ સિક્યુરિટી કોડ અંગેનો અંતિમ અહેવાલ આપ્યો હતો, જે કામદારોની સામાજિક સુરક્ષાને લગતા નવ કાયદાઓની જગ્યા લેશે.

સમિતિએ બેરોજગારી વીમા અને ગ્રેચ્યુઇટી મેળવવા માટે સતત કામ કરવાના સમયગાળાને પાંચ વર્ષથી ઘટાડીને એક વર્ષ કરવાની ભલામણ કરી છે. બીજેડીના સાંસદ ભર્તુહરિ મતહાબ શ્રમ અંગેના સંસદની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે.

ધ હિન્દુના અનુસાર, અહેવાલમાં જણાવાયું છે કે, ભારતના મજૂર બજારની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, જ્યાં મોટાભાગના કર્મચારીઓ માત્ર ટૂંકા ગાળા માટે જ કાર્યરત હોય છે, તેઓને હાલના ધારાધોરણ અનુસાર ગ્રેચ્યુઇટીમાંથી ગેરલાયક જણાવાયા છે. સમિતિ ઈચ્છે છે કે, ચુકવણી માટેના કોડમાં આપવામાં આવેલી પાંચ વર્ષની સમય મર્યાદાને બદલે ગ્રેચ્યુઇટી માટેની પાત્રતાનો સમયગાળો એક વર્ષ સુધી કરવામાં આવે.

Web Title: Five Year Criteria Of Gratuity Should Be Reduced To One, Parliamentary Committee Suggests