ન્યુઝ ચેનલમાં ઈટર્નશિપથી લઈને HCLના ચેરમેન સુધીની સફર, જાણો કોણ છે રોશની નાડર મલ્હોત્રા

lifestyle-news-india
|

July 17, 2020, 5:33 PM

| updated

July 17, 2020, 5:45 PM


Roshni Nadar Malhotra Succeeds Shiv Nadar As HCL Chairman (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : ભારતની અગ્રણી ટેક કંપની HCL ટેકનોલોજીસના ચેરમેન પદેથી શિવ નાદરે રાજીનામું આપી દીધું છે. તેમણે કંપનીની જવાબદારી તેમની એકની એક પુત્રી રોશની નાદર મલ્હોત્રાને સોંપી દીધી છે. 38 વર્ષીય રોશનીનું નામ નાદર મલ્હોત્રાને ફોર્બ્સની ધ વર્લ્ડ્સ 100 મોસ્ટ પાવરફુલ વુમન-2019માં શામેલ છે. એટલું જ નહીં, IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા અનુસાર, રોશની વર્ષ 2019માં 36,800 કરોડની સંપત્તિવાળી દેશની સૌથી ધનિક મહિલા છે. ઉલ્લેખનિય છે કે, HCLએ શુક્રવારે જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, આ દરમિયાન શિવ નાદરે ચેરમેન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી. જોકે હાલ તેઓ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરને પદે યથાવત્ રહેશે.

રોશની શિવ નાદરની એક માત્ર સંતાન

 • શિવ નાદરે જણાવ્યું હતું કે, હું નેતૃત્વને તક આપતો નથી, પરંતુ જેઓ કમાન સાંભળી શકે છે તેના પર નજર રાખું છુ.
 • તેણે તેમની પુત્રી રોશની નાદર પર વિશ્વાસ કર્યો અને કંપનીની જવાબદારી આપી. રોશની HCL એન્ટરપ્રાઇઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને CEO પણ છે.

માત્ર 28 વર્ષની ઉંમરે HCLના CEO બન્યા

 • જ્યારે રોશની 28 વર્ષના હતા, ત્યારે શરૂઆતથી HCLના તમામ વ્યૂહાત્મક નિર્ણયો લઈ રહ્યો છે. માત્ર 28 વર્ષની ઉંમરે કંપનીમાં ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર બનાવાયા હતા.
 • બીજા જ વર્ષે તે કોર્પોરેશનની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બની. રોશની કંપનીની સાથે સાથે શિવ નાદર ફાઉન્ડેશનની શિક્ષણ પહેલમાં પણ ફાળો આપે છે.
 • રોશની ફાઉન્ડેશન એજ્યુકેશન પર કામ કરે છે. આ ફાઉન્ડેશન દ્વારા ભારતમાં કેટલીક ટોચની કોલેજો અને શાળાઓની સ્થાપના કરવામાં આવી છે.

પતિ પણ HCL સાથે જોડાયેલા

રોશનીએ 2010માં શિખર મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ શિખર મલ્હોત્રાએ એચસીએલ હેલ્થ કેરના વાઇસ ચેરમેન તરીકે સેવા આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શિખર મલ્હોત્રા હજી પણ HCL ફાઉન્ડેશનના કામમાં રોશનીને મદદ કરે છે. બંનેને બે બાળકો છે.

રોશનીએ ચેનલમાં ઈન્ટર્નશીપ પણ કરી

 • રોશની નાદર દિલ્હીમાં મોટા થયા, સ્કૂલિંગ દિલ્હીથી જ કર્યું હતું. ત્યારબાદ રોશનીએ નોર્થ વેસ્ટર્ન યુનિ.ના મીડિયામાં ગ્રેજ્યુએશન કર્યું હતું. આ સમયે તેએ CNBC ચેનલમાં ઇન્ટર્ન પણ હતી.
 • તેમણે સોશિયલ એન્ટરપ્રાઇઝ મેનેજમેન્ટ એન્ડ સ્ટ્રેટેજી પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તેમણે અમેરિકાની કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
 • રોશની નાદર વર્લ્ડ ઇકોનોમિક ફોરમના મંચના યંગ ગ્લોબલ લીડર્સ પહેલની પૂર્વ વિદ્યાર્થી પણ રહી ચૂકી છે.

2008માં વિદેશથી ભારત પરત આવ્યા

 • રોશની નાદર સ્નાતક થયા બાદ સ્કાય ન્યૂઝની લંડન ઓફિસમાં પણ કામ કર્યું. આ પછી, તેના પિતાના કહેવા પર તેમણે આ નોકરી છોડી દીધી.
 • રોશની ઓક્ટોબર 2008માં વિદેશથી ભારત પરત આવ્યા હતા અને તેના પિતાની કંપની HCL કોર્પોરેશનમાં જોડાયા.

રોશની નાદરનું શક્તિશાળી મહિલાઓની યાદીમાં પણ નામ

 • ઉલ્લેખનિય છે કે, રોશનીને પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝિન દ્વારા વર્ષ 2017, 2018 અને 2019 ના વર્ષોમાં વિશ્વની 100 મજબૂત મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
 • રોશની શાસ્ત્રીય સંગીતમાં પણ પારંગત છે અને આર્થિક રીતે નબળા બાળકો માટે એક સંસ્થા ચલાવે છે. તેનું નામ ‘વિદ્યાજ્ઞાન લીડરશીપ એકેડેમી’ છે. તેઓ તેના પ્રમુખ છે.

Web Title: Roshni Nadar Malhotra Succeeds Shiv Nadar As HCL Chairman