પાકિસ્તાની ચેનલ ‘ડોન’ હેક થઇ, ટીવી સ્કીન પર લહેરાયો ‘ત્રિરંગા’ …

world-news
|

August 02, 2020, 9:46 PM

| updated

August 02, 2020, 9:55 PM


Pakistan’ News Channel Dawn Hacked, shows Indian tricolour flag.jpg

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની અગ્રણી ન્યૂઝ ટીવી ચેનલ ડોન પર અચાનક ભારતીય તિરંગો લહેરાતો દેખાતા પાકિસ્તાની નાગરિકો અચંબામાં પડી ગયા હતા. પાછળથી જાણવા મળ્યુ કે ડોન ટીવી ચેનલ ઉપર સાયબર એટેક થયો છે અને હેકર્સે ટીવી ચેનલને ટેક કરી હતી. આ ઘટનાના ફોટા અને વિડિયો સોશિયલ મિડિયા ઉપર બહુ જ વાયરસ થઇ રહ્યા છે.    

રવિવારે બપોરે ચેનલ પર લહેરાયો ભારતીય ત્રિરંગો

આજે રવિવારે બપોરે 3.30ની આસપાસ પાકિસ્તાની ન્યુઝ ચેનલ ડોન ઉપર જાહેરાતનું પ્રસારણ થઇ રહ્યુ છે. તે દરમિયાન ચેનલની ટેલિવિઝન સ્કીન ઉપર અચાનક ત્રિરંગો લહેરાવો લાગ્યો હતો. જેની ઉપર ‘હેપ્પી ઇન્ડિપેન્ડ્સ ડે’નો મેસેજ લખેલો હતો.   

Dawn news channels of Pakistan hacked by Hackers pic.twitter.com/vIrmd9Tvau

— News Jockey (@jockey_news) August 2, 2020

ડોન ન્યૂઝે શું કહ્યુ

ડોન ન્યૂઝ ચેનલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવાયુ કે, ડોન ન્યૂઝ હંમેશાની જેમ જ પ્રસારીત થઇ રહી હતી. અચાનક ભારતીય ધ્વજ અને હેપી ઇન્ડિપેન્ડ્સ-ડેનો મેસેજ ટીવી સ્ક્રીન પર ચાલી રહેલી જાહેરાતમાં દેખાયો જે થોડાંક સમયની માટે રહ્યો અને પછી ગાયબ થઇ ગયો. અમે તેની તપાસ કરી રહ્યા છે.    

તપાસના આદેશ આપ્યો

અત્યાર સુધી જે જણાવ્યુ છે કે ચેનલ ઉપર આ વીડિયો કેટલા સમય સુધી પ્રસારિત થયો હતો. આ દરમિયાન ન્યૂ ચેનલ ડોને ઉર્દુમાં ટ્વિટ કરીને કહ્યુ કે, ડોન પ્રશાસને આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ડોન ન્યૂઝ પોતાની ટીવી સ્ક્રીન પર ભારતીય ધ્વજ અને હેપ્પી ઇન્ડિપેન્ડ્સ ડેના મેસેજનું અચાનક પ્રસારણની તપાસ કરી રહ્યુ છે. એજન્સી આ મામલે તપાસ કરી રહી છે અને તપાસના અંતે શું પરિણામ આવશે ત્યારે પોતાના દર્શકોને જણાવશે.

Web Title: Pakistan’ News Channel Dawn Hacked, shows Indian tricolour flag