પાક વિમા કૌભાંડનો પર્દાફાશ છતાં સરકાર મૌન, ખેડૂતો છેડશે ડિજીટલ આંદોલન

gujarat-samachar-news
|

August 03, 2020, 11:55 AM


Crop Insurance Scam - Farmers In Preparation For The Digital Agitation.jpg

www.vyaapaarsamachar.com

અમદાવાદ : સૌરાષ્ટ્રમાં પાકવિમા કૌભાંડને ઉજાગર કરવામાં આવ્યુ તેમ છતાંય હજુ સુધી કૃષિ વિભાગ મૌન છે. આ જોતાં રાજ્યના ખેડૂતોએ હવે ભાજપ સરકાર સામે બાંયો ખેંચી છે. અવાર નવાર રજુઆતો છતાં સરકાર આંખ આડા કાન કરીને બેઠી છે. હવે જગતનો તાત ડિજીટલ આંદોલન છેડવાની તૈયારીમાં છે. આ કૌભાંડ મામલે ખેડૂત એકતા મંચે રાજ્ય સરકારને મંગળવાર સુધી અલ્ટીમેટમ આપી ખેડૂતોને પાકવિમો મળે તેવી માંગ કરી છે.

પાક વિમાના નાણાં કોણે ચાંઉ કર્યા, તે અંગે સરકાર મૌન

  • જૂનાગઢના માણાવદર અને સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં પાકવિમા કૌભાંડનો પર્દાફાશ કર્યા છતાં હજુ સુધી ભાજપ સરકારનું પેટનું પાણી હાલ્યુ નથી.
  • પાક વિમાના પૈસા કોણ ચાંઉ કરી ગયું તે અંગે સરકાર હજું મૌન ધારણ કરીને બેઠી છે ત્યારે ખેડૂત એકતા મંચે રાજ્ય સરકારને મંગળવાર સુધી અલ્ટીમેટમ આપી ખેડૂતોને પાકવિમો મળે તેવી માંગ કરી છે.
  • ખેડૂતો એવી ય ચિમકી ઉચ્ચારી છેકે, જો પાકવિમા મુદ્દે સરકાર વિમા કંપની ઉપરાંત જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી નહી કરે તો સોશિયલ મિડીયામાં ઓનલાઇન આંદોલન કરવામાં આવશે.

જો તપાસ નહીં થાય તો આંદોલન છેડાશે

  • ખેડૂત એકતા મંચના આગેવાન સાગર રબારીનું કહેવુ છેકે, મંગળવાર સુધી જો રાજ્ય સરકાર પાકવિમા મુદ્દે કોઇ તપાસ નહી કરે તો સોશિયલ મિડિયામાં પાક વિમો લૂંટાયો તેવા હેશટેગ સાથે ઓનલાઇન આંદોલન છેડવામાં આવશે.
  • એટલું જ નહીં. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ફરીને ખેડૂતોને એ વાત સમજાવવામાં આવશે કે તમારાં પાકવિમાના પૈસા કોઇ ચાઉ કરી ગયું છે.
  • સોશિયલ મિડિયાના માધ્યમથી આંદોલન કરવા તેયારીઓ કરાઇ છે. આ ઉપરાંત ખેતરોમાં પાક વિમો લૂંટાયો તેવા બોર્ડ લગાવી અનોખી રીતે વિરોધ કરવામાં આવશે.

ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું

  • ખેડૂત એકતા મંચના આગેવાને વધુમાં જણાવ્યું કે, ખેડૂતો રસ્તા પર ઉતરતા ય ખચકાશે નહીં. આમ,જગતનો તાતે હવે પાકવિમાના મુદ્દે રાજ્ય સરકાર સામે લડત લડવા તૈયારીઓ કરી છે.
  • ખેડૂતોએ એક જ માંગ કરી છે કે,ખેડૂતોને પાક વિમો મળવો જોઇએ અને પાકવિમા કૌભાડમાં ખાનગી વિમા કંપનીના જવાબદારો સામે ફોજદારી રાહે પગલાં ભરવા જોઇએ.
  • ખેડૂતોએ એવી ય ચિમકી ઉચ્ચારી છેકે, ન્યાય નહી મળે ત્યાં સુધી ખેડૂતો રાજ્ય સરકાર સામેની લડાઇ જારી રાખશે.એટલું જ નહીં.

Web Title: Crop Insurance Scam : Farmers’ Ultimatum To The Government, A Hint Of Agitation