પાન-મસાલાના બંધાણીઓના ખિસ્સા પર પડશે નવો બોજ, જીએસટી કાઉન્સિલ લેશે આ નિર્ણય

gst
|

August 12, 2020, 4:56 PM

| updated

August 12, 2020, 4:58 PM


GST Council may rises cess on pan masala, bricks in next meeting.jpg

નવી દિલ્હીઃ ગુડ્સ અને સર્વિસ ટેક્સ(જીએસટી) કાઉન્સિલની બેઠક ચાલુ મહિને ગમે ત્યારે યોજાઇ શકે છે. આ બેઠકમાં એક માત્ર એજન્ડા કમ્પોન્સેશનની જરૂરિયાત પૂરી કરવાના ઉપાયો પર હશે. તે ઉપરાંત બેઠકમાં કમ્પોન્સેશન ફંડને વધારવા માટે ત્રણ મહત્વપૂર્ણ સુચનો ઉપર પણ ચર્ચા થવાની સંભાવની છે.

સુત્રો પાસેથી પ્રાપ્તિ માહિતી મુજબ જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાંક રાજ્યો દ્વારા નુકસાનકારક વસ્તુઓ એટલે કે સીન ગુડ્સ (Sin Goods) પર સેસ વધારવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે. પંજાબ, છત્તીસગઢ, બિહાર, ગોવા, દિલ્હી જેવા રાજ્યોએ આવી વસ્તુઓ પર સેસ વધારવાનું સુચન કર્યુ છે. આ ઉપરાંત ઇંટ પરનો સેસ વધી શકે છે.

પ્રવર્તમાન જીએસટી રેટના માળખાં મુજબ કેટલાક સિન ગુડ્સ, જેમાં સિગારેટ, પાન-મસાલા અને એરેટેડ ડ્રિંક શામેલ છે, તેમની પર સેસ લાગુ થાયછે. સિન ગુડ્સ ઉપરાંત કાર જેવી લક્ઝરી પ્રોડક્ટ્સ પર પણ સેસ વસૂલવામં આવે છે. વર્તમાનમાં પાન મસાલા પર 100 ટકાસેસ લાગે છે અને સેસના નિયમો અનુસાર 130 ટકા સુધી સેસ વધારી શકાય છે. જેનો અર્થ એ છે કે જીએસટી કાઉન્સિલ જો સેસ વધારવાનો નિર્ણય લે તો પાન-મસાલા અને ગુટખાના ભાવ 30 ટકા સુધી વધી શકે છે.

આવી રીતે એરેટેડ ડ્રિંક પર 12 ટકા સેસ લાગે છે અને કાયદામાં સેસ લાગુ કરવાની મહત્તમ મર્યાદા 15 ટકા છે, આથી તેની ઉપર પર હજી 3 સેસ વધવાની સંભાવના છે જેનો નિર્ણય જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાઇ શકે છે.  

સિગારેટ ઉપર સૌથી વધારે સેસ લાદવામાં આવી શકે છે તે છે 290 ટકા અને વેલરેમની સાથે 4170 રૂપિયા પ્રતિ હજાર સ્ટીક. વર્તમાનમાં સિગારેટના તમામ સેગમેન્ટ 4170 રૂપિયા પ્રતિ હજાર સ્ટીક વધારાનો બોજ વહન કરી રહી છે અને તે માત્રએક વિશિષ્ટ પ્રકારની સિગારેટ પર લાગુ કરવામાં આવે છે. સેસ ટકાવારના સંદર્ભમાં, માત્ર મહત્તમ 36 ટકા સેસ અત્યાર સુધી આકર્ષિત કરે છે.    

એ જોતા જીએસટી કાઉન્સિલની પાસે 254 ટકા વધારાનો સેસ લાદવાનો વિકલ્પ છે. અલબત્, આ અભૂતપૂર્વ છે કે કાઉન્સિલ કોઇ પણ વસ્તુઓ પર સેસને એક વખતમાં મહત્તમ શક્ય સીમા સુધી વધારે દે છે.  

Web Title: GST Council may rises cess on pan masala, bricks in next meeting