પી-નોટ્સ રોકાણ વધ્યુ, જૂન સુધીમાં રૂ.62138 કરોડ થયુ

india-news
|

July 17, 2020, 5:47 PM


p-notes-1200.jpg

www.vyaapaarsamachar.com

ભારતીય મૂડી બજારમાંપાર્ટિસિપેટરી નોટ્સ(પી-નોટ્સ) થકી રોકાણો જૂન ૨૦૨૦ના અંત સુધીમાં વધીને રૂ.૬૨,૧૩૮ કરોડનું થયું છે. જેમાં સતત ત્રીજા મહિનામાં વધારો થયો છે.

જે વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં રોકાણ કરવા માગે છે, પરંતુ પોતે સીધા રજીસ્ટર થવા ઈચ્છતા નથી એવા વિદેશી રોકાણકારોને રજીસ્ટર્ડ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ) દ્વારા પી-નોટ્સ ઈસ્યુ કરવામાં આવે છે. જો કે આવા રોકાણકારોએ ડયુ ડિલિજન્સ પ્રોસેસમાંથી પસાર થવું જરૂરી છે. સેબીના આંકડા મુજબ ભારતીય બજારોમાં ઈક્વિટી, ડેટ, હાઈબ્રિડ સિક્યુરિટીઝ અને ડેરિવેટીવ્ઝમાં પી-નોટ રોકાણોનું મૂલ્ય જૂન ૨૦૨૦ સુધીમાં રૂ.૬૨,૧૩૮ કરોડ રહ્યું છે. જે મે ૨૦૨૦ના અંતે રૂ.૬૦,૦૨૭ કરોડ રહ્યું હતું. આ અગાઉ એપ્રિલ ૨૦૨૦ના અંતે રૂ.૫૭,૧૦૦ કરોડનું રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ રોકાણ માર્ચ ૨૦૨૦ના અંતે રૂ.૪૮,૦૦૬ કરોડના ૧૫ વર્ષના તળીયે ગયું હતું. જે ઓકોટબર ૨૦૦૪ના રોકાણ લેવલ બાદના નીચા સ્તરે રહ્યું હતું. એ સમયે પી-નોટ રોકાણો ભારતીય બજારોમાં રૂ.૪૪,૫૮૬ કરોડ થયા હતા. 

માર્ચ ૨૦૨૦માં નીચા રોકાણના આંકડા વૈશ્વિક બજારોમાં વ્યાપક અફડાતફડી અને કોરોના વાઈરસ મહામારીના કારણે આવી પડેલી કટોકટીની ચિંતાના કારણે જોવાયું હતું. જૂન ૨૦૨૦ના અંતના પી-નોટ્સ થકી કુલ રૂ.૬૨,૧૩૮ કરોડના રોકાણમાં શેરોમાં રૂ.૫૨,૧૭૧ કરોડ, ડેટમાં રૂ.૯૫૭૨ કરોડ અને હાઈબ્રિડ સિક્યુરિટીઝમાં રૂ.૨૩૧ કરોડ તેમ જ ડેરિવેટીવ્ઝ સેગ્ટમેન્ટમાં રૂ.૧૬૪ કરોડનું રહ્યું છે. 

Web Title: P-notes investment climbs to Rs 62,138 crore till June