પેટીએમ, ફોનપે, ગૂગલ-પે, એમેઝોનના QR કોડ અંગે આવ્યા RBIના નવા નિયમો 

startup
|

October 24, 2020, 5:08 PM

| updated

October 24, 2020, 5:14 PM


RBI issues norms for payments companies for QR Code-.gif

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : RBIએ ઓનલાઈન પેમેન્ટ હેઠળ ફોનથી પેમેન્ટ કરી શકાતા ડિજિટલ પ્લેટફોર્મને જોરદાર ઝટકો આપ્યો છે. નવા આદેશ મુજબ પેટીએમ, ફોનપે, ગુગલપે, એમેઝોનપે જેવા પ્લેટફોર્મ હવે એક્સક્લુઝિવ QR કોડનો ઉપયોગ કરી શકશે નહીં. આ નિયમ તે QR કોડ માટે લાગુ થશે, જે માત્ર આ કંપનીઓના પ્લેટફોર્મ પર ચાલી રહ્યા છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આવા પૈસા ચુકવવાની સિસ્ટમોમાં ફેરફાર કરવા જણાવ્યું છે. હવે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોએ ક્યૂઆર કોડ સિસ્ટમમાં 31 માર્ચ 2022 સુધીમાં શિફ્ટ કરવી પડશે. જે અન્ય પેમેન્ટ ઓપરેટરો દ્વારા પણ સ્કેન કરી શકાય છે. કંપનીઓને ઇન્ટરઓપરેબલ ક્વિક રિસ્પોન્સ કોડનો ઉપયોગ ફરજિયાત બનાવવા માટે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. બે પ્રકારના QR કોડ રહે એવું કરવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નક્કી કર્યું છે. આ કોલ સલામતી આપે છે. તે અનેક રીતે બીજી વસ્તુમાં ફાયદારૂપ છે.

કોઈ પણ એપ્લિકેશન ક્યૂઆર સ્ટીકરને સરળતાથી સ્કેન કરી શકે એવા હોવા જોઈએ. હાલમાં ત્રણ પ્રકારના QR કોડ ભારત QR, UPI QR અને પ્રોપરાઇટરી QR કોડ છે. ટોચની બેંકનું કહેવું છે કે યુપીઆઈ QR અને ભારત QR ચાલુ રહેશે. નવી પદ્ધતિથી પૈસાની ચૂકવણી દરેક માટે સરળ બની જશે. રિઝર્વ બેંકે આ માટે એક નિયમનકારી માળખું પણ તૈયાર કર્યું છે જેથી દેશમાં વિવિધ પ્રકારની ચુકવણી પ્રણાલીઓ સરળતાથી ચલાવી શકાય.

Web Title: RBI issues norms for payments companies for QR Code