પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી મધ્યમ વર્ગની કમર તૂટી, એક સપ્તાહમાં ભાવ લિટરે 1.30 રૂપિયા વધ્યા

1st T20I – 26 Jun 2021, Sat up
next

23:30 IST – National Cricket Stadium, St George’s, Grenada

2nd T20I – 27 Jun 2021, Sun up
next

23:30 IST – National Cricket Stadium, St George’s, Grenada

પેટ્રોલ ડીઝલના ભાવમાં ગઈકાલના ભાવ વધારા બાદ કુલ જૂન મહિનામાં આ 12મી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે.

Petrol-diesel price hike hurts middle class budget, In a week, the price rose by Rs 1.30 per liter

પ્રતિકાત્મક તસવીર

પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારાથી મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે. એક અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક રૂપિયા 30 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ એક અઠવાડિયા પહેલા 93 રૂપિયા 34 પૈસા હતો. તે હાલ 94 રૂપિયા 39 પૈસા થયો છે. તો ડીઝલનો ભાવ એક અઠવાડિયા પહેલા 93 રૂપિયા 98 પૈસા હતો. તે હાલ 95 રૂપિયા 10 પૈસા થયો છે. સતત ભાવ વધારાના કારણે લોકોના બજેટ પર અસર થઈ છે.

નોંધનીય છે કે, આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી થયો પરંતુ ગઈકાલે પેટ્રોલ ડિઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો હતો. રાજ્યમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 27 પૈસા જ્યારે ડિઝલમાં પ્રતિ લિટરે 28 પૈસાનો ભાવ વધારો થયો હતો. રાજ્યના આઠ મહાનગરોમાં આજે પણ પેટ્રોલ કરતા ડિઝલની કિંમત વધુ છે.

પેટ્રોલ ડીઝલના ભાવમાં ગઈકાલના ભાવ વધારા બાદ કુલ જૂન મહિનામાં આ 12મી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ મહિને અત્યાર સુધીમાં પેટ્રોલ 3 રૂપિયા 27 પૈસા અને ડીઝલ 2 રૂપિયા 98 પૈસા મોંઘા થયા છે.

આ પહેલા મે મહિનામાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં 16 વખત વધારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પેટ્રોલ 4.11 રૂપિયા અને ડીઝલ 4.69 રૂપિયા મોંઘા થયા હતા. આ વર્ષની વાત કરીએ તો 1 જાન્યુઆરીએ પેટ્રોલ 83.97 રૂપિયા અને ડીઝલ 74.12 રૂપિયા પર હતા જે હવે વધીને પેટ્રોલ 97.50 અને ડીઝલ 88.23 રૂપિયા પ્રતિ લિટર પર છે. એટલે કે 5 મહિનાથી પણ ઓછા સમયમાં પેટ્રોલ 13.53 રૂપિયા અને ડીઝલ 14.11 રૂપિયા મોંઘું થયું છે.

ચોમાસાની સિઝનમાં વાવણીનો સમય નજીક છે. ત્યારે ડિઝલની કિંમતમાં સતત થતા ભાવ વધારાથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ નિયંત્રણો હળવા થતા જે રીતે ટ્રાંસપોર્ટેશન શરૂ થયુ છે. ત્યારે કોરોનાની મહામારી બાદ ડિઝલની કિંમતમાં વધારો થતા ટ્રાંસપોર્ટરોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

વિતેલા વર્ષમાં કેટલી વધી કિંમત ?

દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30 35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.  • 2014 15 પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 32 રૂપિયા પ્રતિ લિટર

  • 2015 16 પેટ્રોલ 41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 87 રૂપિયા પ્રતિ લિટર

  • 2016 17 પેટ્રોલ 70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 28 રૂપિયા પ્રતિ લિટર

  • 2017 18 પેટ્રોલ 19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 08 રૂપિયા પ્રતિ લિટર

  • 2018 19 પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 18 રૂપિયા પ્રતિ લિટર

  • 2019 20 પેટ્રોલ 05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 02 રૂપિયા પ્રતિ લિટર

  • 2020 21 પેટ્રોલ 32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 12 રૂપિયા પ્રતિ લિટર


Tags:
petrol price
Petrol-Diesel Price
diesel price today
petrol price today
diesel rate today
disel price
fuel rate
petrol rate today
petrol price today in india
diesel rate today in india