પ્રશાંત ભૂષણ કોર્ટની અવમાનના દોષિત ઠર્યા, 20 ઓગષ્ટે થશે સજા

india-news
|

August 14, 2020, 1:48 PM


Prashant Bhushan Guilty Of Contempt For Tweets On Chief Justice, Judiciary.jpgImage Credit: Bar and Bech

vyaapaarsamchar.com

અમદાવાદ : અવમાનના કેસમાં દેશમાં સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે દોષી ઠેરવ્યા છે. સુપ્રીમ કોર્ટે આ ટ્વીટ કેસમાં સુઓમોટો લેતા વકીલ પ્રશાંત ભૂષણને કોર્ટની અવમાનના દોષી ઠેરવ્યા છે. હવે સજા પર સુવાનણી 20 ઓગસ્ટે થશે. આ કેસની સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે આ ટ્વીટ ભલે અપ્રિય લાગે પણ કોર્ટનું અપમાન નથી.

ટ્વીટ કેસમાં સુઓમોટો લેતા વકીલ પ્રશાંત ભૂષણને કોર્ટની અવમાનના દોષી ઠેરવ્યા :

Supreme Court holds lawyer Prashant Bhushan guilty of contempt of court for his alleged tweets on CJI and his four predecessors. The Court to hear the arguments on sentence against him on August 20. pic.twitter.com/4IUx7W0Wqj

— ANI (@ANI) August 14, 2020

હવે સજા પર સુવાનણી 20 ઓગસ્ટે થશે :

નોંધપાત્ર વાત એ છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) એસ.એ. બોબડે અને ચાર ભૂતપૂર્વ સીજેઆઈ અંગે પ્રશાંત ભૂષણ દ્વારા કરવામાં આવેલી બે અલગ અલગ ટ્વીટ્સને સુપ્રીમે સુઓમોટો તરીકે લીધી હતી. કોર્ટે તેમની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને નોટિસ મોકલી હતી.

જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ બી.આર. ગવાઈ અને જસ્ટિસ ક્રિષ્ના મુરારીની ખંડપીઠે ભૂષણને આ કેસમાં દોષી ઠેરવ્યા છે.ઉલ્લેખનીય છે કે આ નોટીસના જવાબમાં વરીષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે નિવેદન આપ્યું હતું કે CJIની નિંદાએ સુપ્રિમ કોર્ટની ગરીમાને ઓછી નથી કરતી, બાઈક પર સવાર CJI વિશેની ટ્વિટ કોર્ટમાં સામાન્ય સુનાવણી ન થવાથી લઈને તેમની પીડા દર્શાવે છે. આ સિવાય ચાર પૂર્વ CJIને લઈને ટ્વિટની પાછળ મારો વિચાર છે જે ભલે અપ્રિય લાગે પરંતુ અવમાનના નથી.

If you cannot call a corrupt judge so, how would there be even impeachment of a judge, which is the Constitutionally prescribed method for removal of corrupt judges? Will MPs signing an impeachment motion be charged with Contempt of Court? https://t.co/xo2HQxOxhG

— Prashant Bhushan (@pbhushan1) August 11, 2020

Web Title: Supreme Court holds Prashant Bhushan guilty of contempt for derogatory tweets against judiciary