પ્રોફિટ બુકીંગ બાદ ધનપતિઓ ઇક્વિટીમાંથી બહાર નીકળવાનાનાં મૂડમાં 

share-market-news-india
|

July 17, 2020, 5:57 PM

| updated

July 17, 2020, 5:58 PM


Billionaires in the mood to exit equity after profit booking.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : સ્વિસ બેંક યુબીએસ દ્વારા સંભાળ લેવામાં આવેલા અબજોપતિ માર્ચથી મે સુધીના અભૂતપૂર્વ વેચવાલી અને ઝડપી ઉછાળાથી નફો મેળવ્યા બાદ તેમની રોકડને ઇક્વિટીમાંથી બહાર ખસેડશે તેમ વિશ્વના સૌથી મોટા વેલ્થ મેનેજરે જણાવ્યું છે. માર્ચ માસમાં શેરબજારમાં ધબડકા બાદ તળિયે આવી ગયેલા શેરોમાં રોકાણ કરવા માટે બેન્કના અબજોપતિ ગ્રાહકોએ લોન લીધી હતી હતી. 

UBS ગ્લોબલ ફેમિલી ઓફિસના વડાએ જણાવ્યું હતું કે હવે તેઓ પૈસાને ઇક્વિટીમાંથી ખેંચીને નફાને ઇલિકવિડ અને ખાનગી સંપત્તિમાં રોકવા માંગે છે.  અબજોપતિઓની બેન્ક તરીકે જાણીતી યુબીએસએ જણાવ્યું હતું કે તેના સૌથી ધનિક ગ્રાહકો હવે રહેણાંક સ્થાવર મિલકત અને ખાનગી ઇક્વિટીમાં રોકાણ કરવા અથવા કોર્પોરેટ અને વ્યૂહાત્મક સોદા કરવા માટે વિચારી રહ્યા છે.

માર્ચ અને એપ્રિલમાં લેવામાં આવેલ લોનના રેકોર્ડમાં જાણવા મળ્યું છે કે અબજોપતિઓ શેર ખરીદવા માટે રોકાણ કર્યું હતું. અત્રે નોંધનીય છે કે આ વલણ એશિયામાં મોટા પ્રમાણમાં જોવા મળ્યું છે અને  અપેક્ષા છે કે તે 2020ના અંતિમ ક્વાર્ટરમાં અને 2021 ના ​​પ્રારંભિક મહિનામાં વેગ મેળવશે.

Web Title: Billionaires in the mood to exit equity after profit booking