ફરી બેંકિંગ શેર ધડામ: ઓટો, મેટલ ટોપ ગિયરમાં

share-market-news-india
|

July 28, 2020, 11:20 AM

| updated

July 28, 2020, 11:31 AM


Sensex-Nifty Up 0.50% After Heavy Volatility, IT-Telecom-FMCG Top Gainers.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ :

સપ્તાહના પ્રથમ સત્રમાં ભારે કડાકો દર્શાવ્યા આજે ફરી બેંકિંગ શેરમાં સામાન્ય ખરીદારી સવારના સત્રમાં હતી પરંતુ, શરૂઆતના એક કલાકમાં જ સમગ્ર તેજી ધોવાઈ ગઈ હતી.

આજે પણ સૌથી મોટું ગેમ ચેન્જર ઈન્ડેકસ છે બેંક નિફટી. BNF 165 અંકોના ઘટાડે 21,683ના લેવલે ટ્રેડ કરી રહ્યું છે પરંતુ, ઈન્ટ્રાડેમાં 22,100ની નજીક પહોંચેલ ઈન્ડેકસ ઉપલા મથાળેથી 500 અંક ગગડ્યો છે. ઉપલા લેવલેથી આવેલ 2.50%નો કડાકો બજારને નીચે ખેંચી રહ્યો છે.

પરંતુ, આજે ફરી બજારને સપોર્ટ કરવા IT શેર અને રિલાયન્સ આગળ આવ્યા છે. સમગ્ર આઈટી સેક્ટરમાં લેવાલી છે. TCS 2% અપ છે.

Web Title: ફરી બેંકિંગ શેર ધડામ: ઓટો, મેટલ ટોપ ગિયરમાં