ફાઈનાન્શિયલ અને RILના જોરે શેરબજાર ધડામ, સેન્સેકસ 667 અંક તૂટ્યો
share-market-news-india
|
August 03, 2020, 5:13 PM
| updated
August 03, 2020, 5:21 PM

vyaapaarsamachar.com
અમદાવાદ : નવા સપ્તાહની શરૂઆત ભારતીય શેરમાર્કેટ માટે ભારે તારાજી સાથે થઈ છે. સેન્સેકસ અને નિફટી આજે ફાઈનાન્શિયલ અને આઈટીની સાથે RILના જોરે 1.75%ના કડાકા સાથે બંધ આવ્યા છે.
બીએસઈ સેન્સેકસ 667 અંકોના કડાકે 36,939ના લેવલે અને નિફટી 50 ઈન્ડેકસ 181 અંકોના કડાકે 10,892ના સ્તરે બંધ આવ્યા છે. આજે બજારને નીચે ધકેલવામાં ફાઈનાન્શિયલ શેર સૌથી આગળ હતા.
બેંક નિફટી ઈન્ડેકસ 2.62%, 567 અંક નીચે 21,072ના લેવલે બંધ આવ્યા છે. આજે HDFC બેંક, એક્સિસ બેંક 3-3% અને કોટક બેંક-ઈન્ડસિન્ડ બેંક 4-4% તૂટ્યા છે. આસિવાય HDFC લિમિટેડ પણ 2/50% ગગડ્યો છે.
માર્કેટ At Close :
- આજે બ્રોડર માર્કેટમાં એકંદરે પોઝીટીવ ટ્ર્રેડ
- બીએસઈ ખાતે 1416 શેર વધ્યા, 1234 શેર ઘટ્યા
- 352 શેરમાં અપર સર્કિટ અને 251 શેરમાં લોઅર સર્કિટ
- BSE મિડકેપ ઈન્ડેકસ 0.31% ડાઉન, બીએસઈ સ્મોલકેપ ઈન્ડેકસ 1.02% ઉછળ્યા
- બંધન બેંકમાં આજે પ્રમોટરે હિસ્સેદારી વેચી
- સ્ટેક સેલથી પ્રમોટૅરોને 10,000 કરોડથી વધુની રકમ મળી
Web Title: Financials and RIL Drags Indian Markets: Sensex Crack 667 Pts, Bandhan Bank 11% on Promoter Stake Sale