ફાઈનાન્શિયલ શેર ધડામ, સેન્સેકસ 300 અંક ગગડ્યો

share-market-news-india
|

July 24, 2020, 11:35 AM

| updated

July 24, 2020, 12:10 PM


Banks, Financials Lifts Sensex-Nifty 3% Up; BNF Jumps 7%; Axis Gain 14%.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ભારતીય શેરમાર્કેટમાં આજે વિદેશી સંકેતોને પગલે કડાકો જોવા મળ્યો છે. સેન્સેકસ નિફટી બેંકિંગ શેરોના જોરે 1-1% ગગડ્યા છે.

બીએસઈ ઈન્ડેકસ 278 અંક નીચે 37,662ના લેવલે અને નિફટી 50 ઈન્ડેકસ 98 અંક નીચે 11,118ના લેવલે ટ્રેડ કરી રહ્યાં છે.

આજે ચોતરફ બજારમાં વેચવાલી છે. સેન્સેકસના 25 શેરમાં ઘટાડો છે અને માત્ર 5 શેર પોઝીટીવ છે. આ પાંચ શેરમાં પણ 3 શેર આઈટી સેક્શનના છે. પરંતુ, સૌથી મોટો સહારો રિલાયન્સ તરફથી મળી રહ્યો છે. રિલાયન્સનો શેર 4%ની જંગી તેજી સાથે 2140ના લેવલે ટ્રેડ કરી રહ્યાં છે.

આજે ICICI બેંક અને એક્સિસ બેંકની જોરદાર ધોલાઈ જોવા મળી રહી છે. ICICI બેંક પરિણામો પૂર્વે 3.70%  ત્તૂટ્યો છે. આ દિગ્ગજ બેંકોના જોરે આજે નિફટી બેંક ઈન્ડેકસ 600 અંક ગગડ્યો છે. 2.55%ના કડાકે BNF 22,495ના લેવલે ટ્રેડ કરી રહ્યું છે.

Web Title: Financial Shares Crack: Sensex Crack 300 pts, Nifty at 11,100