ફેસબુકને પછાડી આ ચાઇનીઝ કંપની બની વિશ્વની સૌથી મૂલ્યવાન સોશિયલ મીડિયા કંપની

startup
|

July 28, 2020, 5:12 PM

| updated

July 28, 2020, 5:20 PM


Tencent Steals Facebook’s Social Media Crown With 44 Percent Rally In 2020 (1).jpg

www.vyaapaarsamachar.com

  • ફેસબુકથી આગળ નીકળી ચીનની Tencent, બની વિશ્વની સૌથી મૂલ્યવાન સોશિયલ મીડિયા કંપની
  • કંપનીનો શેર આજે 4.7 ટકાના ઉછાળા સાથે 544.50 હોંગકોંગ ડોલર પર પહોંચી ગયો
  • Tencentની માર્કેટ કેપ 670 અબજ ડોલર પર પહોંચ્યો, જ્યારે ફેસબુકની માર્કેટ કેપ 657.83 અબજ ડોલર છે

નવી દિલ્હી : ચીનની દિગ્ગજ ઓનલાઈન ગેમ્સ કંપની Tencent માર્કેટ કેપના મુકાબલે આજે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ. તેણે અમેરિકાની દિગ્ગજ કંપની ફેસબુકને પછાળી આ સિદ્ધી હાંસલ કરી. આજે ચીની કંપની Tencentનો શેર 4.7 ટકાએ ઉછળ્યો, સાથે જ 554.50 હોંગકોંગ ડોલર પર પહોંચી ગયો અને આ સાથે જ તેનું માર્કેટ કેપિટલાઈઝેશન 5.2 લાખ કરોડ હોંગકોંગ ડોલર પર પહોંચી ગયું. ડોલર મુજબ આ રકમ 670 અબજ ડોલર કહેવાય છે, જ્યારે ફેસબુકનો માર્કેટ કેપ 657.83 અબજ ડોલર છે. જો Tencentનો શેર 533 હોંગકોંગના ભાવ પર બંધ થશે તો આ વિશ્વની સાતમી સૌથી મોટી કંપની કહેવાશે.

બે અઠવાડિયા પહેલા ચીનની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અલીબાબાએ પણ ફેસબુકને પછાળી વિશ્વની છઠ્ઠા નંબરની સૌથી મૂલ્યવાન કંપનીની સિદ્ધી હાંસલ કરી હતી. અલીબાબાની માર્કેટ કેપ લગભગ 673 અબજ ડોલર છે. અમેરિકાની ટેકનોલોજી અને ઈન્ટરનેટ કંપનીઓએ લાંબા સમય સુધી વિશ્વ પર રાજ કર્યું છે. જોકે હાલના વર્ષોમાં ચીનના ઈનોવેશન અને ટેકનોલોજીએ તમામ ક્ષેત્રમાં બાજી મારી છે.

ચીનની સફળતા અંગે જાણકારો શું કહી રહ્યા છે

એવરબ્રાઈટ સન હુંઈ કાંઈ ખાતે વેલ્થ મેનેજમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ કેની વેને જણાવ્યું કે, ચીનની GDP વધી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં વધુમાં વધુ ચીની કંપનીઓ ટોપ-10 અથવા ટોપ-100માં જોવા મળશે. આ ઉપલબ્ધી લાંબા સમય સુધી ચાલુ રહેશે. જોકે કોવિડ-19 રોગચાળો અને અમેરિકા તથા ચીન વચ્ચેના બગડતાં સંબંધોને કારણે પરિસ્થિતિ જટિલ બની શકે છે.

Web Title: Tencent Steals Facebook’s Social Media Crown With 44 Percent Rally In 2020