ફ્રેન્કલિન ટેમ્પલટન MFની બંધ થયેલ સ્કીમ્સને 2 સપ્તાહમાં મળ્યા રૂ.1498 કરોડ

mutual-fund-news-india
|

September 03, 2020, 2:25 PM


Franklin Templeton MF closed plans to get Rs 1,498 crore in two weeks.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી: ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડે ગુરૂવારે જણાવ્યું હતું કે, તેના છ બંધ પ્લાન્સને ઓગસ્ટના બીજા પખવાડીયામાં મેચ્યોરિટી, એડવાન્સ પેમેન્ટ અને કૂપન પેમેન્ટથી લગભગ 1,498 કરોડ રૂપિયા મળ્યા છે. ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સાથે જ 24 એપ્રીલથી અત્યાર સુધી પ્રાપ્ત થયેલ રોકડ 6,486 કરોડ રૂપિયા સુધી થઈ ચૂકી છે. ફ્રેન્કલિન ટેમ્પલટને રોકાણકારો તરફથી નાણા પરત લેવાના દબાણ અને બોન્ડ બજારમાં રોકડની તંગીનો હવાલો આપતા 23 એપ્રીલે 6 ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ પ્લાનને બંધ કરી દીધા હતા.

એક અંદાજ પ્રમાણે, આ પ્લાન્સ હેઠળ કુલ વ્યવસ્થાપિત સંપતિ 25,000 કરોડ રૂપિયા છે. આ યોજનાઓમાં ફ્રેન્કલિન ઈન્ડિયા લો ડ્યૂરેશન ફંડ, ફ્રેન્કલિન ઈન્ડિયા ડાયનેમિક અક્રુઅલ ફંડ, ફ્રેન્કલિન ઈન્ડિયા ક્રેડિટ રિસ્ક ફંડ, ફ્રેન્કલિન ઈન્ડિયા શોર્ટ ટર્મ ઈનકમ પ્લાન, ફ્રેન્કલિન ઈન્ડિયા અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફંડ અને ફ્રેન્કલિન ઈન્ડિયા ઈન્કમ ઓપોર્ચ્યુનિટી ફંડ સામેલ છે.

Web Title: Franklin Templeton Mutual fund’s closure plans get Rs 1,498 crore in 2 weeks