ફ્લિપકાર્ટે કર્યું વોલમાર્ટ ઈન્ડિયાના હોલસેલ બિઝનેસનું અધિગ્રહણ

share-market-news-india
|

July 23, 2020, 2:41 PM


s wholesale business.jpeg

vyaapaarsamachar.com

નવી દિલ્હી: દિગ્ગજ ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે આજે કહ્યું છે કે તેનું હોલસેલ એકમ વોલમાર્ટ ઇન્ડિયાની કેશ એન્ડ ડિલીવરી બિઝનેસનું અધિગ્રહણ કરશે. કંપનીએ કહ્યું કે તે આવતા મહિને ફ્લિપકાર્ટ હોલસેલ લોન્ચ કરશે. કંપનીની નજક દેશની 650 બિલિયન બી2બી રિટેલ માર્કેટ પર છે. વોલમાર્ટ પાસે ભારતમાં 28 બેસ્ટ પ્રાઇસ હોલસેલ સ્ટોર્સ છે. એક અઠવાડિયા પહેલા ફ્લિપકાર્ટે કહ્યું હતું કે તેણે વોલમાર્ટની આગેવાની હેઠળના ઈન્વેસ્ટમેન્ટ ગ્રુપ પાસેથી 1.2 અબજ ડોલરનું ફંડિંગ એકત્ર કર્યું છે.

આ પગલાથી વોલમાર્ટનો રિટેલ પોર્ટફોલિયો ફ્લિપકાર્ટ ગ્રુપ હેઠળ મજબૂત થશે. લગભગ બે વર્ષ પહેલાં, વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સો 16 અબજ ડોલરમાં ખરીદ્યો હતો. કંપનીએ આ પગલું ત્યારે ભર્યું છે જ્યારે રિલાયન્સ જિયોમાર્ટે દેશના ઇ-કોમર્સ સેક્ટરમાં નવી ક્રાંતિ લાવી છે. ફ્લિપકાર્ટે જણાવ્યું હતું કે તે આવતા મહિને ફ્લિપકાર્ટ હોલસેલ શરૂ કરશે. તે ફેશન અને ગ્રોસરીથી શરૂ થશે, જે સીધી જિયોમાર્ટ, ઉડાન, મેટ્રો કેશ એન્ડ કેરી અને એમેઝોનના બી2બી વિભાગ સાથે સ્પર્ધા કરશે.

વોલમાર્ટ ઇન્ડિયાના કર્મચારીઓ ફ્લિપકાર્ટ ગ્રૂપમાં જશે. બેસ્ટ પ્રાઇસ બ્રાન્ડ તેના 28 સ્ટોર્સ અને ઇ-કોમર્સ કામગીરી ચાલુ રાખશે. ફ્લિપકાર્ટ ગ્રૂપના સીઇઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે ફ્લિપકાર્ટ હોલસેલની રજૂઆત સાથે કંપની ટેક્નોલોજી, લોજિસ્ટિક્સ અને ફાઇનાન્સથી લઈને નાના ઉદ્યોગો સુધી તેની પહોંચ વધારશે. વોલમાર્ટ ઇન્ડિયાના હસ્તાંતરણ સાથે, અમે ગ્રોસરીની જરૂરિયાતો અને એમએસએમઇને અલગ રીતે પૂરી કરીશું.

Web Title: Flipkart accquires Walmart India’s wholesale business, soon to launch Flipkart Whalesale