બંદરો પર ફસાયા 21,000થી પણ વધુ TV સેટ, કંપનીઓ નિરાશ

india-news
|

August 14, 2020, 6:50 PM


Import Licence Rules Upsets TV Makers’ Festive Season Plans.jpg

www.vyaapaarsamachar.com

  • ભારતના તમામ બંદરો પર 21 હજારથી વધુ મોટા સ્ક્રીન ધરાવા ટેલિવિઝન પડી રહેલા છે
  • આ ટીવી સેમસંગ, એલજી, સોની અને ટીસીએલ જેવા મોટા ટીવી ઉત્પાદકોના છે.
  • આનું કારણ એ છે કે, આ કંપનીઓ પાસે હજી આયાત લાઇસન્સ નથી અને નવી વ્યવસ્થા હેઠળ આયાત લાઇસન્સિંગ જરૂરી છે.

નવી દિલ્હી : ભારતના તમામ બંદરો પર 21 હજારથી પણ વધુ મોટા સ્ક્રીનના ટેલિવિઝન ફસાયેલા છે. આ ટીવી સેમસંગ, એલજી, સોની અને ટીસીએલ જેવા મોટા ટીવી ઉત્પાદકોના છે. આ માહિતી ત્રણ ઉદ્યોગ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. તેનું કારણ એ છે કે, આ કંપનીઓ પાસે હાલ આયાત લાઇસન્સ નથી અને નવી સિસ્ટમ હેઠળ આયાત લાઇસન્સિંગ જરૂરી છે. આની સૌથી વધુ અસર સેમસંગ ઈન્ડિયાના બજાર પર થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, મોદી સરકારે 30 જુલાઈથી ટીવી સેટની આયાત અંગે નવા નિયમો લાગુ કર્યા છે, જેથી દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન મળી શકે. છેલ્લા 20 વર્ષમાં પહેલીવાર આલો નિર્ણય લેવાયો છે. ટીવી સેટ આયાત કરવા કંપનીઓને આયાત લાયસન્સ મેળવવું પડશે. સેમસંગ, સોની અને ટીસીએલ જેવી ટીવી કંપનીઓએ લાઇસન્સ માટે અરજી કરી છે, પરંતુ ઉદ્યોગના અધિકારીઓ કહે છે કે તેમને લાયસન્સ ક્યારે મળશે તે અંગે કંઈ સ્પષ્ટ નથી.

દેશભરમાં વેચાતા લગભગ 35 ટકા ટીવી આયાત કરવામાં આવે છે. દરમિયાન સરકાર તરફથી બલાયેલા નિયમોએ તહેવારોની સીઝનની તૈયારી કરી રહેલી કંપનીઓને નિરાશ કરી દીધી છે. રિટેલરો પાસે પહેલેથી જ સ્ટોક સમાપ્ત થઈ ગયો છે. વિજય સેલ્સના ડિરેક્ટર નિલેશ ગુપ્તા કહે છે કે, સેમસંગ, એલજી અને સોનીના 55 ઇંચ અને તેનાથી મોટા ટીવી ક્યાંય જોવા મળી રહ્યા નથી. સોની ઇન્ડિયા ટેલિવિઝનના બિઝનેસ હેડ રણવિજય સિંહે જણાવ્યું છે કે, તેમની લાઇસન્સ અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે તેમણે બંદર પર અટવાયેલા સામાન અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી, પરંતુ તેમણે ચોક્કસપણે કહ્યું હતું કે, સોનીના 99 ટકા ટીવી ભારતમાં જ બને છે, તેથી તેઓ તહેવારોની સીઝન માટે સંપૂર્ણ તૈયાર છે.

Web Title: Import Licence Rules Upsets TV Makers’ Festive Season Plans, Thousands Of Imported TVs Stuck At Ports In India