બાયજુએ રૂ.2248 કરોડમાં વ્હાઇટહેટ જુનિયર હસ્તગત કર્યું 

startup
|

August 08, 2020, 2:43 PM


WhiteHat Jr and Byju's Deal of $300 M All you need to know.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ :  લર્નિંગ એપ્લિકેશન બાયજુએ તેના ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મને વિસ્તૃત કરવા રૂ.2248 કરોડમાં ઓલ-કેશ ડીલમાં મુંબઇ સ્થિત વ્હાઇટ હેટ જુનિયરને હસ્તગત કરી છે. બાયજુ દ્વારા આજ સુધીનું આ સૌથી મોટું એક્ઝિવિશન છે. આ  સ્ટાર્ટઅપની શરૂઆત કરણ બજાજે કરેલ છે.

આ આખો સોદો છ અઠવાડિયામાં કરવામાં આવ્યો હતો અને વર્ચ્યુઅલ રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એક વોટ્સએપ અને ઝૂમ વિડિઓ કોલ બાદ એક દિવસમાં આ સોદાની રૂપરેખા ઘડી લેવામાં આવી હતી. આમ ફક્ત 18 મહિના જુના સ્ટાર્ટઅપને ખરીદી લેવાયું હતું.

બાયજુ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કંપની વ્હાઇટ હેટ જુનિયરમાં રોકાણ કરશે અને બજારની માંગને પહોંચી વળવા માટે શિક્ષણનો વિસ્તાર કરશે. બજાજ ભારતમાં અને અમેરિકામાં પણ આ ધંધાનું નેતૃત્વ અને ધોરણ આગળ વધારશે. આ સાથે જ બાયજુ બાળકો માટે કોડિગ શરુ કરશે.

બાયજુના સંસ્થાપક અને સીઈઓ બાયજુ રવિન્દ્રને કહ્યું હતું કે વ્હાઇટહેટ જુનિયર લાઈવ ઓનલાઇન કોડિંગ સ્પેસમાં અગ્રણી છે. કરણે એક અસાધારણ સંસ્થાપકના રૂપમાં પોતાની સૂક્ષ્મતાને સાબિત કરી છે. આ ઉપરાંત બાળકોને પ્રેમ કરનારા કોડિગ પ્રોગ્રામ બનાવવાનો શ્રેય તેમને અને તેમની ટીમને જાય છે. તેમના નેતૃત્વમાં કંપનીએ ઘણાં ઓછા સમયમાં ભારત અને અમેરિકામાં અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે.

Web Title: WhiteHat Jr and Byju’s Deal of $300 M: All you need to know