બિનહિસાબી સોનાના સંગ્રહખોરો માટે માફી યોજના લાવશે સરકાર

india-news
|

July 30, 2020, 6:15 PM

| updated

July 30, 2020, 6:17 PM


Indian Govt looking amnesty for citizens hoarding gold illegally.jpg

નવી દિલ્હીઃ ભારતનું નાણાં મંત્રાલય કરચોરીને રોકવા અને આયાત પરની નિર્ભરતા ઘટાડવાના પ્રયત્નોના ભાગરૂપે, સોનાના ગેરકાયદેસર સંગ્રહ ધરાવતા દેશના નાગરિકો માટે એક માફી યોજના અંગે વિચારણા કરી રહ્યા છે, આ ઘટનાક્રમથી માહિતગાર સુત્રોએ આ માહિતી આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરેલી દરખાસ્ત હેઠળ સરકાર બિનહિસાબી કિંમતી ધાતુ સોનાનું ધરાવતા લોકો ટેક્સ અધિકારીઓ સમક્ષ તેની જાહેરાત કરે અને દંડની વસૂલાત કરવાની જોગવાઈ માંગ કરી છે, એવું નામ જાહેર ન કરવાની શકતે સુત્રોએ જણાવ્યુ હતુ. આ પ્રસ્તાવ હાલ પ્રારંભિક તબક્કામાં છે અને સંબંધિત અધિકારીઓના પ્રતિભાવ મંગાવ્યા છે.

ભારતમાં સોનાની હાજર માંગને પહોંચી વળવા અને ઘરો અને સંસ્થાઓ દ્વારા સંગ્રહ કરાયેલા આશરે 25,000 ટન જેટલી વિશ્વની સૌથી મોટી ખાનગી સોનાના સંગ્રહને અંકુશમાં લેવાનો પ્રયાસ કરવા અને લોકોને રોકાણ માટે વૈકલ્પિક માર્ગ પૂરા પાડીને આયાત ઘટાડવા માટે મોદી સરકારે વર્ષ 2015માં ત્રણ સરકાર દ્વારા સમર્થિત યોજનાઓનું લોન્ચિંગ કર્યું હતું. આ યોજનાઓ આકર્ષણ ઉત્પન્ન કરવામાં નિષ્ફળ ગઇ કારણ કે લોકો તેમના સોનાના ભાગલા પાડવા ઇચ્છતા ન હતા, સામાન્ય રીતે તે ઘરેણાંના રૂપમાં અને ખાસ પ્રસંગોએ પહેરવામાં આવતા હતા, જ્યારે અન્ય લોકોને કર અધિકારીઓ દ્વારા દંડ ફટકારવાનો ભય હતો.

તેમએ જણાવ્યું હતું કે, જે ગ્રાહકો પોતાની પાસે રહેલા સોનાના સંગ્રહની માહિતી જાહેર કરે છે તેણે કેટલુક કાયદેસરનું સોનું થોડાંક વર્ષો માટે સરકાર પાસે જમા કરાવવાનું રહેશે. સરકારી વહીવટીતંત્રે ગયા વર્ષે આવી જ યોજના તૈયારી કરી હતી. જો કે આવકવેરા વિભાગે તે સમયે માફી માટેની કોઈપણ યોજનાને નકારી હતી.

માફી માટેની કોઈપણ દરખાસ્ત જોખમોથી ભરપૂર છે કારણ કે દેશની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે આવી યોજનો પ્રમાણિક વેરા ભરનારાઓને દંડ કરે છે તેવી ટીકા બાદ ભારતીય સંપૂર્ણ માફીનો દાવો કરી શકશે નહીં. જો કે આ મુદ્દે કોઈ ટિપ્પણી માટે નાણાં મંત્રાલયના પ્રવક્તા ઉપલબ્ધ નહોતા.

ઉલ્લેખનિય છે કે, કોરોના વાયરસની મહામારી, ડોલરની નરમાઇ, સુરક્ષિત રોકાણ માટેની ઘેલછા, શેરબજારમાં જંગી ધોવાણ અને અને આર્થિક અનિશ્ચતતાઓને પગલે કિંમતી ધાતુ સોનાની માંગ વધતા ચાલુ વર્ષે તેના ભાવમાં 30 ટકાનો નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સાશે સોનાના ભાવ 2300 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની નવી ઉંચાઇએ પહોંચવાની આગાહી કરી છે.

Web Title: Indian Govt looking amnesty for citizens hoarding gold illegally