બિહાર વિધાનસભા ચૂંટણી સાથે જ યોજાશે 65 સીટો પર પેટા ચૂંટણી, ECની ઘોષણા

india-news
|

September 05, 2020, 12:00 PM


Bihar Assembly elections will be held with by-elections on 65 seats EC.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીની સાથે જ 15 રાજ્યોની 64 વિધાનસભા અને એક લોકસભા બેઠકની પેટા ચૂંટણી યોજવામાં આવશે તેમ ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે. બિહાર વિધાનસભાની મુદ્દત 29 નવેમ્બરે પૂર્ણ થઇ રહી છે અને ત્યાં ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે તેવી શક્યતા છે. જે 64 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં 27 મધ્ય પ્રદેશની છે. કોંગ્રેસના 27 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાને કારણે મધ્ય પ્રદેશની આ 27 વિધાનસભા બેઠકો ખાલી પડી છે. 

કોંગ્રેસના 27 ધારાસભ્યોએ રાજીનામું આપી દેતાં કમલનાથના નેતૃત્ત્વવાળી સરકારનું પતન થયું હતું ભાજપે ફરીથી સરકાર બનાવી હતી.ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણીની સાથે પેટા ચૂંટણી યોજવાથી ચૂંટણી પંચ અને સંરક્ષણ દળોનું કાર્ય સરળ થઇ જશે. 

ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી 29 નવેમ્બર, 2020 પહેલા પૂર્ણ કરવી જરૂરી હોવાથી ચૂંટણી પંચે 65 બેઠકોની પેટા ચૂંટણી અને બિહાર વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાનો નિર્ણય લીધો છે. બિહાર વિધાનસભા અને 65 બેઠકોની પેટા ચૂંટણીઓ માટેની તારીખ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. 

ચૂંટણી પેચની આજે યોજાયેલી બેઠકમાં પેટા ચૂંટણીના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી પંચે રાજ્યોના મુખ્ય સચિવો અને મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લીધો છે. બિહારની વાલમિકી નગર લોકસભા બેઠકની પેટાચૂંટણી બાકી છે. 

છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, પશ્ચિમ બંગાળની એક વિધાનસભા બેઠક, આસામ, ઝારખંડ, કેરળ, નાગાલેન્ડ, તમિલનાડુ, ઓડિશાની બે વિધાનસભા બેઠકો, મણિપુરની પાંચ વિધાનસભા બેઠકો, ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો અને ઉત્તર પ્રદેશમાં આઠ બેઠકોની પેટા ઔચૂંટણી બાકી છે.

Web Title: Earlier elections in Bihar on Nov 29, by-elections of 65 seats were also held: Punch