બીએસડીયુ સ્કિલ કાર્નિવલનું આયોજન કરશે

ભારતીય સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી, જયપુર 15 જુલાઈના રોજ વર્લ્ડ સ્કિલ ડેના ઉપક્રમે સ્કિલ કાર્નિવલની ઉજવણી કરશે, જેની થીમ છે – ‘કુશલ યુવા કે લિયે કૌશલ્ય.’ આ અઠવાડિયા લાંબો સ્કિલ કાર્નિવલનું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ કુશળતાની ક્ષમતાને પ્રોત્સાહન આપવાનો તથા કૌશલ્ય વિકાસ અને ટેકનિકલ વોકેશનલ એજ્યુકેશન વિશે જાગૃતિ લાવવાનો છે. આ કાર્નિવલ 12 જુલાઈથી શરૂ થશે અને 18 જુલાઈના રોજ પૂર્ણ થશે.

આ સ્કિલ કાર્નિવલ કાર્યક્રમ અંતર્ગત 1 લાખથી વધારે સહભાગીઓ થવાની અપેક્ષા છે. આ અઠવાડિયા લાંબા કાર્નિવલ દરમિયાન ફ્યુચર સ્કિલ્સ પર વેબિનાર, સ્કિલ વર્કશોપ્સ, ઓનલાઇન સ્કિલ ક્વિઝ અને કેરિયર ગાઇડન્સ સેશનનું આયોજન થશે.

L-R Mr Amit Sharma, Manager, Fab Lab BSDU, Dr Neeraj K Pawan, Chairman, RSLDC, Mr Vishnu Charan Malik, MD, RSLDC, Prof Dr Ravi Kumar Goyal, Principal, SES BSDU

RSLDCના ચેરમેન અને શ્રમ, કૌશલ્ય, રોજગારી અને ઉદ્યોગસાહસિકતા વિભાગના સચિવ ડો. નીરજકુમાર પવન (આઇએએસ)એ કહ્યું હતું કે, “મને બીએસડીયુ સાથે જોડાણ કરવાની અને રાજસ્થાનના યુવાનો માટે તકો પૂરી પાડતા આ કાર્યક્રમનો ભાગ બનવાની ખુશી છે. અમને એ જાણીને ખુશી છે કે, રાજસ્થાન કુશળતામાં ઝડપથી વિકાસ કરી રહ્યું છે. હું ભારતીય સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટીને યુવાનોને જોડતો આ કાર્નિવલ યોજવા માટે અભિનંદન આપું છું.”

બીએસડીયુના પ્રેસિડન્ટ પ્રોફેસર અચિંત્ય ચૌધરીએ કહ્યું હતું કે, “આ સ્કિલ કાર્નિવલ યોજવાનો ઉદ્દેશ ન્યૂ નોર્મલ વર્લ્ડમાં કામ કરવાની સરળતા માટે વોકેશનલ એજ્યુકેશનનું મહત્ત્વ સમજાવવાનો છે. અઠવાડિયા લાંબા આ કાર્યક્રમમાં રોજિંદા જીવન માટે રોજગારલક્ષી કુશળતાઓનું મહત્ત્વ સમજાવતા શ્રેણીબદ્ધ કાર્યક્રમો સામેલ છે.”

કોરોનાવાયરસનો ડર દેશને કટોકટીજન્ય સ્થિતિમાં લાવી શકે છે, પણ આ સ્થિતિમાં પુરવાર પણ થયું છે કે, વ્યક્તિએ આત્મનિર્ભર થવા આર્થિક રીતે સદ્ધર થવું પડશે. મુશ્કેલ સ્થિતિસંજોગોમાં કુશળતા જ આત્મનિર્ભર બનાવી શકે છે, જેઓ ‘આત્મનિર્ભર ભારત’ થવાનું સ્વપ્ન સાકાર કરી શકે છે.

સ્કૂલ ઓફ આંત્રપ્રિન્યોરશિપના પ્રિન્સિપલ પ્રોફેસર રવિકુમાર ગોયલે કહ્યું હતું કે, “વર્લ્ડ સ્કિલ ડે યુવાનોને કુશળતાઓ શીખવા માટે શોખ વિકસાવવા પ્રેરિત કરવાનો દિવસ છે એટલે બીએસડીયુ સ્કિલ કાર્નિવલની ઉજવણી કરશે, જેમાં માતાપિતાઓ અને વિદ્યાર્થીઓને યુવાનો વિશે વાસ્તવિક સફળતાની વાતો જણાવીને સ્કિલ એજ્યુકેશનનું મહત્ત્વ સમજાવવામાં આવશે.”

સ્કિલ કાર્નિવલમાં કેવી રીતે ભાગ લેવો?

હાલની રોગચાળાની સ્થિતિમાં તમામ કાર્યક્રમો ઓનલાઇન યોજાશે, જે કોવિડ-19 રોગચાળા દરમિયાન વિદ્યાર્થીઓના રચનાત્મક જોડાણ દ્વારા વ્યક્તિગત સલામતી સુનિશ્ચિત થશે, ત્યારે કુશળતા આધારિત રોજગારલક્ષી શિક્ષણના મહત્ત્વ પર જાગૃતિ પણ લાવશે.

સ્કિલ કાર્નિવલના મુખ્ય કાર્યક્રમોમાં સામલે હશેઃ ફ્યુચર સ્કિલ્સ પર વેબિનાર; સ્કિલ વર્કશોપ્સ; ઓનલાઇન સ્કિલ ક્વિઝ; કેરિયર ગાઇડન્સ સેશન વગેરે. તમામ રજિસ્ટર્ડ સહભાગીઓને સહભાગી થવાનુ પ્રમાણપત્ર ઇશ્યૂ કરવામાં આવશે. કન્ટેસ્ટ અને સહભાગી થવાના નિયમો વિશે વધારે જાણકારી મેળવવા કૃપા કરીને મુલાકાત લોઃ https://ruj-bsdu.in/

અમે વિવિધ સ્કૂલ્સ/કોલેજો/યુનિવર્સિટીઓ, ફેકલ્ટી, નવા ઉદ્યોગસાહસિકો અને વિવિધ રાષ્ટ્રીયતા ધરાવતા વ્યાવસાયિકોને સહભાગી થવા પ્રેરિત કરીએ છીએ. ઇવેન્ટમાં સહભાગી થવાનું નિઃશુલ્ક છે અને તમામ લોકો સહભાગી થઈ શકે છે.