બુધવારનું રાશિફળ : જાણો કેવી રહેશે આજ ગ્રહોની સ્થિતી,કોને થશે ?કોને નુક્શાન ?

astrology-news-india
|

September 02, 2020, 10:54 AM


!1.jpg

www.vyaapaarsamachar.com

અમદાવાદ

મેષ :

ધનલાભના યોગ છે. દુશ્મનો પર જીત મળી શકે છે. ઓફિસમાં મહેનત વધુ પડશે. નોકરીમાં પ્રોગ્રેસ થશે. આત્મવિશ્વાસ વધશે. દિવસ સારો છે. મોટાભાગના મામલાઓમાં તમે નુકસાનથી બચશો. તમારી સાથે કે આસપાસના લોકો સાથે સંબધ સુધરી શકે છે.મિત્રોની મદદ મળશે. સંતાન સુખ અને આર્થિક મદદ મળવાના યોગ છે. વિવાહ પ્રસ્તાવ પણ મળી શકે છે. 

વૃષભ

તમારી વાત અને કામની અસર પણ લોકો પર પડી શકે છે. લોકો તમારી વાત સાંભળશે. કોઈ બેઠક કે સમારંભનું આમંત્રણ મળી શકે છે. પરિવારવાળાઓનું પૂરું સમર્થન અને સહયોગ મળશે. દૂર રહેતા લોકો સાથે વાતચીત થશે. આજે એવી મુસાફરી કરશો જેનો ફાયદો અને આવનારા દિવસોમાં મળશે. તમે ઘરે આરામ કરી શકો છો. આજે જૂના વિવાદની પતાવટ કરવાનું મન થશે. 

મિથુન

પૈસાની સ્થિતિમાં સુધાર થઈ શકે છે. આવક વધવાની કેટલીક સારી તક મળી શકે છે. જેનાથી તમને પોતાને આશ્ચર્ય થશે. કેટલાક નવા મિત્રો પણ મળી શકે છે. તમે તમારી પસંદ કે મરજીના કામો માટે ઉત્સુક રહેશો. જે સ્થિતિનો સામનો કરી રહ્યાં છો તેનાથી તમને ફાયદો થશે. જે ખાસ વાત છે તેને ગંભીરતાથી લો. હકારાત્મક વિચારો અને કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર કરો. બધુ ઠીક થશે. 

કર્ક

જોબ બદલવાનું કે એકસ્ટ્રા આવકનો વિચાર આવશે. જેમાં ભાગ્યનો સાથ મળી શકે છે. નવી શરૂઆતમાં સફળ થશો. અટવાયેલા પૈસા પાછા મળશે. અચાનક ફાયદો થશે. બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે.   

સિંહ

બિઝનેસમાં સાવધ રહેવું પડશે. ઓફિસ કે ધંધામાં જે કામ હાથમાં લેશો તેમાં સફળતાના ચાન્સ ઓછા છે. એકલાપણાથી બચો. આજે મળનારા પૈસા બચાવીને રાખો. બિઝનેસમાં કોઈ અનુભવીની સલાહ લો. ઉતાવળ ન કરો.

કન્યા

આવક વધારવા અને  ખર્ચા ઘટાડવા પર પ્લાનિંગ  કરી શકો છો. પ્રેમીઓ માટે સારો દિવસ છે. નોકરીમાં બદલાવ અને પદોન્નતિની સંભાવના છે. આજે કોઈને સલાહ ન આપો. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે છે.

તુલા

અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. નોકરી અને  બિઝનેસમાં સમય પર સહયોગ ન મળવાથી પરેશાની થશે. કામનો વિરોધ થશે. આમ છતાં કઈક નવું કરવાનું વિચારશો. જીવનસાથીની મદદ મળશે. કઈક મોટી યોજના ઘડશો. 

વૃશ્ચિક

બિઝનેસમાં ફાયદાના યોગ છે. નોકરીયાતો માટે સમય ઠીક છે. અટવાયેલા કામો પૂરા થશે. જૂની સમસ્યાઓનો ઉકેલ આવશે. દુશ્મનો પર જીતના યોગ છે. વેપારમાં સમજી વિચારીને નિર્ણય લો. કોઈ મોટો ફાયદો થઈ શકે. 

ધન

બિઝનેસ કરનારા સાવધાન રહે. કાનૂની મામલે ગૂંચવાઈ શકો છો. ફાલતુ કામોમાં સમય બગડી શકે છે. લવલાઈફમાં ફેરફારના યોગ છે. અવિવાહિતો માટે સારો સમય છે. સ્વાસ્થ્ય મામલે સંભાળીને રહો.

મકર

જૂની પરેશાનીઓ ખતમ થશે. અટવાયેલા કામો પૂરા કરવાની કોશિશ કરો. એનર્જી લેવલ વધી શકે છે. આંખ બંધ કરીને કોઈના પર ભરોસો ન કરો. અણબન થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખો. 

કુંભ

કેરિયર માટે સારો દિવસ છે. ધનલાભ થઈ શકે છે. પ્રોપર્ટી મામલે પણ સમય સારો કહી શકાય. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે. ઓફિસ અને બિઝનેસમાં અનુભવી લોકોની સલાહ મળશે. 

મીન

અચાનક ફાયદાના યોગ છે. પાર્ટનર પણ તમારી મદદ કરશે તો ધનલાભ થશે. જૂના દેવાની પતાવટ થશે. ફાલતુ ખર્ચા પર કંટ્રોલ થઈ શકે છે. આવકના નવા સોર્સ મળવાના યોગ છે. કોઈ પણ વાત સાવધાનીથી કહો. 

Web Title: September,2,2020 Horoscope: Find out what the stars have in store for you today