બેંકોએ ટેક્નોલોજીમાં ખર્ચ વધાર્યો હોવા છતાં આઈટી કંપનીઓની BSFI આવક ઘટી
india-news
|
August 08, 2020, 5:14 PM
| updated
August 08, 2020, 5:15 PM

vyaapaarsamachar.com
અમદાવાદ : અમેરિકા અને યુરોપની બેંકો ટેક્નોલોજીમાં વધુ નાણાં ખર્ચી રહી છે. બીજી તરફ ભારતની આઇટી કંપનીઓ આ બજારમાંથી બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્શ્યોરન્સ (બીએફએસઆઈ) બિઝનેસ મેળવે છે. જોકે ધંધા જેટલી આવક તેમની બેલેન્સશીટ પર જોવા મળી નથી રહી. છેલ્લાં 2 વર્ષથી ટોચની 8 ગ્લોબલ બેંકો ટેક્નોલોજી પર વધુ કામ કરી રહી છે તેમજ ટોચની આઇટી કંપનીઓની એકંદર બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્શ્યોરન્સની આવકમાં એક સરખો ઉછાળો જોવા મળ્યો છે.
ટોચની બેંકોનો ટેક્નોલોજી પાછળ થતો ખર્ચ વધીને 3 ટકા થયો છે તેવા જ સમયે આઈટી કંપનીઓને બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્શ્યોરન્સ બિઝનેસમાંથી થતી આવકમાં ઘટાડો નોંધાયો છે.
ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા સિવાય અન્ય તમામ આઇટી કંપનીઓએ તેમની બીએફએસઆઈની આવકમાં તીવ્ર ઘટાડો નોંધાવ્યો હતો. મોતીલાલ ઓસ્વાલ સિક્યોરિટીઝના અહેવાલ મુજબ, એશિયા-પેસિફિક કેન્દ્રિત ઇન્શ્યોરન્સ સોદાથી રેમ્પ-અપ ટેક મહિન્દ્રામાં બીએફએસઆઈના વર્ટિકલને વેગ આપ્યો છે.
ભારતીય આઈટી ઉદ્યોગ લાંબા ગાળાના બીએફએસઆઇ બિઝનેસમાં પોતાનો હિસ્સો ગુમાવી રહ્યો નથી. આઇટી સેક્ટરની કંપનીઓની જરૂર ના હોય તેવા સંજોગોમાં આઇટી ખર્ચ, એપ્રિલમાં સપ્લાય અડચણ અને કાર્ડ અને પેમેન્ટ જેવા પેટા સેગમેન્ટને કારણે આવક ઘટી છે.
Web Title: Banks are spending a lot on tech but the money is not going to Indian IT biggies yet