બેંકો, IT, RILમાં વેચવાલીનો માહોલ, સેન્સેકસમાં 400 અંકોનો કડાકો, ફાર્મા થીમ એક્ટીવ

share-market-news-india
|

August 03, 2020, 10:58 AM

| updated

August 03, 2020, 11:16 AM


Sensex-Nifty Starts New Week With 1% Higher Note.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ભારતીય શેરમાર્કેટમાં નવા સપ્તાહની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. બેંચમાર્ક ઈન્ડાયસિસ SGX નિફટી અને એશિયાઈ બજારના 1%ના ઘટાડાના સંકેતની સામે સામાન્ય 0.25%ના ઘટાડા સાથે ખુલ્યા બાદ સ્થિર થઈ રહ્યાં હતા.

સેન્સેકસ 390 અંકોના કડાકે 37,216ના લેવલે અને નિફટી 50 ઈન્ડેકસ 105 અંક  નીચે 10,969ના લેવલે ટ્રેડ કરી રહ્યાં છે.

BSE ખાતે આજે નાના શેરમાં મધ્યમ ચાલ છે. એડવાન્સ-ડિકલાઈન રેશિયો 1:1 છે. 1184 શેર વધીને તો 1107 શેર ઘટીને ટ્રેડ કરી રહ્યાં છે. BSE મિડકેપ ઈન્ડેકસ 0.44%ના વધારા સાથે તો સ્મોલકેપ ઈન્ડેકસ તો 1%ના ઉછાળે જોવા મળી રહ્યાં છે.

બજારને આજે નીચે ધકેલવામાં સૌથી મોટો ફાળો બેંકોનો છે. બેંક નિફટી 335 અંકોના કડાકે 21,305ના સ્તરે કામકાજ કરી રહ્યું છે.

આજના હેવીવેઈટ લુઝર્સમાં રિલાયન્સ 2%ના કડાકે સૌથી વધુ 125 અંકોનું દબાણ સર્જી રહ્યો છે. HDFC બેંક, કોટક બેંક, ઈન્ફોસિસ, TCS જેવા શેર દબાણ સર્જી રહ્યાં છે.

Web Title: Banks, RIL, IT Weighs on Market; Sensex Tank 400 Pts, Pharma Theme Active