બેરોજગાર માટે ખુશ ખબર, મોદી સરકાર આપશે આગામી 6 મહિના સુધી મળશે બેકારી ભથ્થું

india-news
|

August 13, 2020, 6:15 PM

| updated

August 13, 2020, 6:16 PM


Modi government will give big relief to the unemployed, will get unemployment allowance for next 6 months.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકાર દેશમાં કોરોના રોગચાળાને કારણે અમલમાં મૂકાયેલા લોકડાઉનમાં જે લોકોએ નોકરી ગુમાવી છે તે લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે.  કેન્દ્રીય શ્રમ મંત્રાલય બેરોજગારોને મોટી રાહત આપવાનું વિચારી રહ્યું છે. નવી દરખાસ્ત મુજબ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઈસી) સાથે જોડાયેલા કર્મચારીઓને બેકારીની સ્થિતિમાં 6 મહિના માટે ભથ્થું આપવામાં આવશે. આ ભથ્થું અંતિમ પગારના 50 ટકા જેટલું હશે.

આ વરસે કોરોનાના પગલે એપ્રિલમાં સંપૂર્ણ લૉકડાઉન હતો. એ દરમિયાન 12 કરોડથી વધુ લોકોએ રોજગારી ગુમાવી હતી. જો કે જૂનના ઉત્તરાર્ધમાં પરિસ્થિતિ બદલાઇ હતી અને નવેક કરોડ લોકોને ફરી પોતાનો રોજગાર મળી ગયો હતો.

પરંતુ ત્યારપછી પણ ત્રણ સાડા ત્રણ કરોડ લોકો બેકાર હતા. એવા લોકોને છ માસ સુધી ભથ્થું આપવાની શ્રમ ખાતાની યોજના છે. ઇએસઆઇસીના દરેક કર્મચારીને એના છેલ્લા પગારના પચાસ ટકા જેટલું ભથ્થું છ માસ સુધી આપવાની યોજના છે, અન્યોને છેલ્લા પગારના પચીસ ટકા જેટલું ભથ્થું ત્રણ માસ માટે આપવાની યોજના છે. આવી યોજના ઘડવાનો વિચાર વડા પ્રધાન કાર્યાલય તરફથી આવ્યો હોવાનું શ્રમ ખાતાના પ્રવક્તાએ કહ્યું હતું.

અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં અપાતા બેકારી ભથ્થા જેવી પરંતુ મર્યાદિત કક્ષાની આ યોજના હશે. શ્રમ ખાતાએ તૈયાર કરેલી યોજના ગયા સપ્તાહે વડા પ્રધાન સમક્ષ રજૂ કરાઇ હતી. હવે એને ઇએસઆઇસીની મિટિંગમાં રજૂ કરવામાં આવશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ આ યોજનાનો અમલ શરૂ કરવાનું શ્રમ ખાતું વિચારી રહ્યું હતું.

એપ્રિલમાં કોરોનાના પગલે જાહેર કરાયેલા સંપૂર્ણ લૉકડાઉનના પગલે 12 કરોડ દસ લાખ લોકોએ રોજગારી ગુમાવી હતી એવી હકીકત સરકારે સ્વીકારી હતી અને બેકારોને રાહત આપવા માટે કોઇ નક્કર યોજના ઘડવાનું શ્રમ મંત્ર્યાલયને જણાવવામાં આવ્યું હતું. મે-જૂનમાં આમાંના નવ કરોડ લોકો ફરી કામધંધે લાગ્યા હતા.

પરંતુ ત્યારપછી પણ ત્રણ કરોડ જેટલા લોકો હજુય બેકાર હતા.  તેમને સહાય કરવાનો વિચાર વડા પ્રધાનના કાર્યાલય તરફથી શ્રમ મંત્ર્યાલયને મળ્યો હતો. તદનુસાર આ યોજના ઘડવામાં આવી હતી.  

Web Title: Unemployed Allowance : Modi government will give big relief to the unemployed