બ્રિટિશ કરન્સી પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જોવા મળશે, પ્રથમ નોન-વ્હાઈટ વ્યક્તિ

india-news
|

August 03, 2020, 4:00 PM

Mahatma Gandhi is set to become the first non-white person on British currency.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હવે બ્રિટનના ચલણી સિક્કાઓ પર પણ જોવા મળશે. બ્રિટિશ નાણામંત્રી ઋષિ સુનકના કાર્યાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે. માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધી, ભારતીય મૂળના બ્રિટિશ જાસૂસ નૂર ઇનાયત ખાન અને જમૈકન બ્રિટિશ નર્સ મૈરી સીકોલની ઉપલબ્ધીઓ અને યોગદાનની ઉજવણીના પ્રયાસોના ભાગરૂપે તેમની તસવીરો વાળા ચલણી સિક્કા જાહેર કરવામાં આવશે.

સુનકે આના માટે રોયલ મિંટ એડવાઈઝરી કમિટીને લખ્યું છે કે જે સિક્કાઓ માટે થીમ અને ડિઝાઇન માટે પ્રસ્તાવ મોકલે છે. સુનકે આ લેટર ‘વી ટુ બિલ્ટ બ્રિટન’ અભિયાનના સમર્થનમાં લખ્યો છે. જેમાં બ્રિટિશ કરન્સી પર અશ્વેત મહાનુભાવોને પ્રતિનિધિત્વ આપવા માટે માંગ કરી રહ્યું છે.

બ્રિટિશ સિક્કાઓ પર મહાત્મા ગાંધીની તસ્વીરનો સૌથી પહેલો વિચાર ઓક્ટોબર 2019માં પૂર્વ મંત્રી સાજીદ જાવેદે આપ્યો હતો. અભિયાનનું નેતૃત્વ કરનાર જેહરા જાહિદીને લખવામાં આવેલ પાત્રમાં સુનકે લખ્યું છે કે, “અશ્વેત, એશિયન અને બીજા લઘુમતી સમુદાયના યુનાઇટેડ કિંગડમના ઇતિહાસમાં ઘણું યોગદાન આપ્યું છે.

બ્રિટિશ કરન્સી પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જોવા મળશે, પ્રથમ નોન-વ્હાઈટ વ્યક્તિ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હવે બ્રિટનના ચલણી સિક્કાઓ પર પણ જોવા મળશે. બ્રિટિશ નાણામંત્રી ઋષિ સુનકના કાર્યાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે. માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધી, ભારતીય મૂળના બ્રિટિશ જાસૂસ નૂર ઇનાયત ખાન અને જમૈકન બ્રિટિશ નર્સ મૈરી સીકોલની ઉપલબ્ધીઓ અને યોગદાનની ઉજવણીના પ્રયાસોના ભાગરૂપે તેમની તસવીરો વાળા ચલણી સિક્કા જાહેર કરવામાં આવશે.

સુનકે આના માટે રોયલ મિંટ એડવાઈઝરી કમિટીને લખ્યું છે કે જે સિક્કાઓ માટે થીમ અને ડિઝાઇન માટે પ્રસ્તાવ મોકલે છે. સુનકે આ લેટર ‘વી ટુ બિલ્ટ બ્રિટન’ અભિયાનના સમર્થનમાં લખ્યો છે. જેમાં બ્રિટિશ કરન્સી પર અશ્વેત મહાનુભાવોને પ્રતિનિધિત્વ આપવા માટે માંગ કરી રહ્યું છે.

બ્રિટિશ સિક્કાઓ પર મહાત્મા ગાંધીની તસ્વીરનો સૌથી પહેલો વિચાર ઓક્ટોબર 2019માં પૂર્વ મંત્રી સાજીદ જાવેદે આપ્યો હતો. અભિયાનનું નેતૃત્વ કરનાર જેહરા જાહિદીને લખવામાં આવેલ પાત્રમાં સુનકે લખ્યું છે કે, “અશ્વેત, એશિયન અને બીજા લઘુમતી સમુદાયના યુનાઇટેડ કિંગડમના ઇતિહાસમાં ઘણું યોગદાન આપ્યું છે.

Web Title: Mahatma Gandhi is set to become the first non-white person on British currency