ભારતની નિકાસ જુલાઇમાં પાછલા વર્ષની સમકક્ષ પહોંચીઃ ગોયલ

india-news
|

August 04, 2020, 4:16 PM

| updated

August 04, 2020, 4:17 PM


India's July exports reach almost last year's level Piyush Goyal.jpg

નવી દિલ્હીઃ કોરોના સંકટમાં ભારતીય અર્થવ્યવસ્થા માટે એક રાહતજનક સમાચાર આવ્યા છે. દેશની નિકાસમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મંગળવારે કહ્યુ કે, જુલાઇમાં નિકાસ પાછલા વર્ષના સમાન મહિનાના સમકક્ષ જેટલી રહી છે. તેમણે કહ્યુ કે, આવા પ્રકારના ઘણા સંકેતો છે જેનાથી દેખાય છે કે દેશમાં આર્થિક ગતવિધિઓની સ્થિતિ સુધરી રહી છે.

જુલાઇ 2019ની 90 ટકા જેટલી નિકાસ થઇ

કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, આપણી નિકાસ પાછલા વર્ષના જુલાઇના સ્તર સુધી પહોંચી ગઇછે. જુલાઇ 2019ના લગભગ 90 ટકા નિકાસના આંકડાને આપણે હાંસલ કરી લીધો છે. જો આપણે ઓઇલ સંબંધિત પેદાશોની નિકાસ હટાવી દઇયે, જેનું મૂલ્યની રીતે ગણતરીમાં હિસ્સો ઘણો ઓછો હોય છે, તો જુલાઇમાં આપણી નિકાસ પાછલા વર્ષના સમાન મહિનાની 95 ટકાથી વધારે રહી છે.     

આત્મનિર્ભર ભારત પર ભાર મૂકાયો

મંત્રીએ કહ્યુ કે, આજે દેશ માત્ર આર્થિક ગતિવિધિઓને ફરી પાટે લાવવાની જ વિચારણા નથી પરંતુ આપણે હવે આત્મનિર્ભર બનવા ઇચ્છીયે છીએ. અમે પોતાની પ્રોડક્ટોની ગુણવત્તા સુધારવા માંગીયે છીએ અને તેમની કિંમતોને પ્રતિસ્પર્ધી કરવા ઇચ્છીયે છીએ. વાણિજ્ય મંત્રાલય જુલાઇના સત્તાવાર આંકડા ઓગસ્ટના મધ્યમાં જાહેર કરશે. નોંધનિય છે કે જૂનમાં સતત ચોથા મહિને નિકાસમાં ઘટાડો જોવા મળ્યો હતો.

જૂનમાં 18 વર્ષ બાદ પ્રથમવાર વિદેશ વેપાર ‘પુરાંત’માં

આ દરમિયાન આયાત જંગી 47.59 ટકાનો ઘટાડો થતા દેશના વિદેશ વેપારમાં 18 વર્ષ બાદ પ્રથમવાર પુરાંતની સ્થિતિમાં પહોંચ્યો હતો. કોવિડ-19ના લીધે નબળી વૈશ્વિક માંગથી જૂનમાં મૂલ્યની રીતે દેશની નિકાસ 12.41 ટકા ઘટીને 21.91 અબજ ડોલર રહી છે. એપ્રિલમાં નિકાસ 60.28 ટકા ઘટી હતી. તો મે મહિનામાં 36.7 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Web Title: India’s July exports reach almost last year’s level : Piyush Goyal