ભારતની સૌથી મોટી ખાનગી એરલાઇન્સ કંપની કરશે 10% કર્મીઓની છટણી  

india-news
|

July 20, 2020, 8:12 PM

| updated

July 20, 2020, 8:23 PM


IndiGo Airline will layoff 10% staff amid Coronavirus crisis.jpg

અમદાવાદઃ કોરોના વાયરસ અને તેના લીધે લાગુ કરાયેલા લોકડાઉનથી એરલાઇન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી ગંભીર રીતે પ્રભાવિત થઇ છે અને તેના પરિણામ આ સેક્ટરમં કામ કરતા કર્મચારીઓને ભોગવવાનો વારો આવ્યો છે. ભારતની સૌથી મોટી ખાનગી એરલાઇન્સ કંપની ઇન્ડિગોએ કોરોના વાયરસની મહામારીને લીધે સર્જાયેલા આર્થિંક સંકટને કારણે પોતાના કાર્યબળમાંથી 10 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના સીઇઓ રોનોજોય દત્તાએ આ વાત કરી છે.

દત્તા તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયુ છે કે, હાલ જે પરિસ્થિતિઓ સર્જાઇ છે, તેમાં કોઇ બાંધછોડ કર્યા વગર આ આર્થિક સંકટમાં બહાર નીકળવુ અમારી કંપની માટે અશક્ય છે. તમામ શક્ય પરિદ્રશ્યોનું આંકલન અને સમિક્ષા કર્યા બાદ કંપનીએ પોતાના 10 ટકા કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. ઇન્ડિગોને તેના અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમવાર આટલો મુશ્કેલ અને પીડાજનક નિર્ણય લેવો પડ્યો છે.

નોંધનિય છે કે, 31મી માર્ચ, 2020ના આંકડાઓ મુજબ ત્યારે કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 23,531 હતી.

કોવિડ-19ના લીધે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે એરલાઇન્સ સેક્ટર ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઇ રહ્યુ છે. વાયરસનું સંક્રમણ રોકવા માટે માર્ચના અંતિમ સપ્તાહમાં તમામ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના સંચાલન ઉપર પ્રતિબંધ મૂકાયો હતો. બે મહિનાના વિરામ બાદ દેશના વિમાન મંત્રાલયે  25 મેથી સીમિત સ્તરે ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન ફરી શરૂ કર્યુ છે. હાલ ડોમેસ્ટિક એરલાઇન્સ કંપનીઓ 45 ટકા ક્ષમતાની સાથે કામગીરી કરી રહી છે.  

આ પૂર્વે ત્યારે ઉડાનની કામગીરી ફરી શરૂ કરાઇ હતી તો એરલાઇન્સને માત્ર 33 ટકાની ક્ષમતા સાથે સંચાલન કરવાની પરવાનગી અપાઇ હતી. ઇન્ડિગોએ કહ્યુ કે, તેઓ અત્યંત ઓછા સ્તરે વિમાનોનું સંચાલન કરી રહી છે, કંપનીના કાફલામાં હાલ 250 વિમાન છે.

Web Title: IndiGo Airline will layoff 10% staff amid Coronavirus crisis