ભારતનો બિઝનેસ કોન્ફિડન્સ ત્રણ દાયકાને તળિયે, રોજગારી મોરચે ચિંતાજનક સ્થિતિ

share-market-news-india
|

August 07, 2020, 9:51 PM

| updated

August 07, 2020, 9:53 PM


India’s Business Confidence hits all-time low since 1991 NCAER Survey.jpg

www.vyaapaarsamachar.com

મુંબઇઃ પ્રવર્તમાન સમય ભારતીય ઉદ્યોગજગત અત્યંત નિરાશાજનક સમય છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER)ના બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સના મતે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસકગાળામાં ભારતીય ઉદ્યોગજગતનું બિઝનેસ સેન્ટિમેન્ટ ત્રણ દાયકાની સૌથી નીચલી એટલે કે વર્ષ 1991 પછીની નીચી સપાટીએ ઉતરી ગયુ છે.     

NCAERએ આજે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યુ કે, બિઝનેસ સેન્ટિમેન્ટમાં એક વર્ષ પૂર્વેની તુલનામાં 62 ટકાનો જંગી ઘટાડો થયો છે અને જૂન ક્વાર્ટરમાં બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સ 46.4 ટકાના સ્તરે રહ્યો છે. ત્રિમાસિક તુલનાએ તેમાં 40.1 ટકાનો ઘટાડો આવ્યો છે. નાણાં વર્ષ 2020ના અંતિમ ક્વાર્ટરમાં તેની પહેલા ત્રિમાસિકગાળાની તુલનામાં 30.4 ટકાનો ઘટાડો આવ્યો હતો.

NCAERના બિઝનેસ એક્સપેક્ટેશન સર્વેમાં દેશના વિવિધ પ્રદેશોમાં બિઝનેસ સેન્ટિમેન્ટની સ્થિતિ અલગ-અલગ છે. ઉત્તર ભારતમાં બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સ જૂન ક્વાર્ટરમાં 25.1 ટકા વધ્યો છે જ્યારે પૂર્વ અને પશ્ચિમ ભારતમાં તેમાં અનુક્રમે 89.3 ટકા અને 68.1 ટકાનો ઘટાડો આવ્યો છે. NCAERના મતે દક્ષિણ ભારતમાં તે -53.9 ટકા રહ્યો પરંતુ માર્ચ અને એપ્રિલમાં ડેટા કલેક્શનમાં મુશ્કેલીના લીધે તે જૂન ક્વાર્ટરના આંકડાઓનું પ્રતિનિધિત્વ કરતા નથી.

રોજગારીના મોરચે પણ નિરાશાજનક સ્થિતિ

NCAERના સરવેમાં રોજગારીના મોરચે પણ નિરાશાજનક ચિત્ર સામે આવ્યુ છે. કંપનીઓના આંકડાઓ મુજબ નાણાં વર્ષ 2020ના ચોથા ક્વાર્ટરમાં બિનકુશળ શ્રમિકોની રોજગારીમાં 6.7 ટકાનો ઘટાડો આવ્યો હતો જે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં વધીને 46 ટકા એ પહોંચ્યો હતો. કુશળ શ્રમિકોની માટે જૂન ક્વાર્ટરમાં આ આંકડો 18.2 ટકા રહ્યો છે જે પાછલા ક્વાર્ટરમાં 4.3 ટકા હતો.

લેબર માર્કેટ માટે આગામી સમય પણ પ્રોત્સાહન નથી. 77 ટકા કંપનીઓનું કહેવુ છે કે આગામી છ મહિના દરમિયાન મેનેજેરિયલ કે કુશળ લેબર રોજગારીમાં કોઇ પણ પ્રકારના ફેરફારની અપેક્ષા નથી. બિનકુશળ શ્રમિકોના મામલે 58 ટકા કંપનીઓની આવી જ વિચારણા છે. આ ત્રિમાસિક બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સ સર્વે મુંબઇ, પુના, દિલ્હી, એનસીઆર, કલકત્તા, બેંગ્લોર અને ચેન્નઇમાં કરવામાં આવ્યો હતો.   

Web Title: India’s Business Confidence hits all-time low since 1991 : NCAER Survey