ભારતમાં ફરી થશે TikTokનો પ્રવેશ, રિલાયન્સ ખરીદી શકે છે કારોબાર

technology-news-india
|

August 13, 2020, 10:36 PM


ByteDance In Talks With Reliance For Investment In Tiktok, Say Report (1).jpg

www.vyaapaarsamachar.com

  • અહેવાલ અનુસાર બંને કંપનીઓએ વચ્ચે વાચતી ચાલી રહી છે
  • જોકે હજુ બંને કંપનીઓ કોઈપણ ડીલ પર પહોંચી નથી
  • કંપનીઓએ હજુ સુધી આ અંગેની કોઈ પ્રતિક્રિયા આપી નથી.

નવી દિલ્હી : દેશમાં યુવાઓની પસંદગીની ચાઈનીઝ એપ ટિકટોકની એકવાર ફરી એન્ટ્રી થઈ શકે છે. રોયટર્સના અહેવાલ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટિકટોકના ભારતીય કારોબારને ખરીદી શકે છે.

અહેવાલમાં જણાવાયું છે કે, ટિકટોકની પેરેન્ટ કંપની બાઈડડાંસ અને મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેર (RIL) વચ્ચે વાતચીત ચાલી રહી છે. જોકે બંને કંપનીઓએ હજુ કોઈપણ ડીલ પર પહોંચી નથી. હજુ રિલાયન્સ અને ટિકટોક તરફથી આ મામલે કોઈપણ પ્રતિક્રિયા અપાઈ નથી.

તમને જણાવી દઈએ કે, ગત જુલાઈ મહિને ભારત સરકારે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુકી દીધો હતો. સરકારે ગોપનિયતાના ઉલ્લંઘનને ધ્યાને રાખી ટિકટોક સહિત અન્ય ચાઈનીઝ એપ પર પ્રતબિંધ લગાવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, ટિકટોક જેવી એપ્લિકેશન્સ માટે ભારત એક વિશાળ બજાર હતું. જેના સહારે બાઇટ ડાન્સ જેવી કંપનીઓ પણ ફેસબુક જેવી કંપનીઓને ટક્કર આપવાનું સપનું જોતી હતી. થોડા જ વર્ષોમાં ટિકટોકએ ભારત પર પોતાની પકડ મજબૂત કરી હતી. કરોડોનાં મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ થવાથી ટિકટોકએ પણ કરોડોની કમાણી કરી હતી. ઓક્ટોબરથી ડિસેમ્બર 2019 ની વચ્ચે માત્ર ત્રણ મહિનામાં કંપનીને આ એપથી 25 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

આ એપ્સનું પણ મોટું બજાર

ટિકટોક ઉપરાંત શેઅર ઈટ, યુસી બ્રાઉઝર, યુસી ન્યૂઝ, હેલો, લાઇકી, વીચેટ, વિગો, કેમ સ્કેનર, ક્લીન માસ્ટર જેવી એપ્સ માટે ભારત એક વિશાળ બજાર હતું. મોટાભાગની એપ્લિકેશનોનો યુઝર બેઝ કરોડોમાં હતો અને તેનાથી ઘણી કમાણી થઇ રહી હતી. યુસી બ્રાઉઝર દેશમાં ગૂગલ ક્રોમ બાદ દેશનું સૌથી મોટું બ્રાઉઝર બન્યું હતું.

Web Title: ByteDance in talks with Reliance Industries Limited for investment in TikTok, Say Report