ભારતમાં શોપ ઓન વ્હીલ્સ કોન્સેપ્ટ વિકસ્યો 

india-news
|

July 21, 2020, 5:27 PM


Shop on wheels finally takes off in India as brands arrive at societies with retail trucks.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ભારતમાં ફૂડ ટ્રક બિઝનેસ સફળ થાય બાદ હવે વિવિધ બ્રાન્ડ્સ પણ પોતાના ઉત્પાદનો રિટેલ ટ્રકમાં વેચી રહી છે. આ કારણે હવે શોપ ઓન વ્હીલ્સ નામનો નવો કોન્સેપ્ટ બજારમાં આવ્યો છે. હાલ ભારતમાં શોપ ટ્રકસ સોસાયટીઓમાં ફરી ફરીને ગ્રાહકોને ઉત્પાદનો પહોંચાડી રહ્યા છે. કપડાં બ્રાન્ડ લેવીસ જીન્સ હાલ દિલ્હી અને ગુરુગ્રામમાં પાયલોટ પ્રોજેક્ટ ચલાવી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ સેવા વિવિધ શહેરોમાં વધારવાની યોજના છે.

કંપનીએ જણાવ્યું હતું કે લેવીઝ પર ખરીદી કરતા મારા ગ્રાહકોને આરામ અને સલામતીનો અહેસાસ મળે તેવો ઉદ્દેશ છે. આ શોપ્સ માટે ટોપ,શોર્ટ્સ અને લાઈટવેઇટ ડેનિમ ઉપલબ્ધ છે તેમ મેનેજિંગ ડિરેક્ટર સંજીવ મોહંતીએ જણાવ્યું હતું. બીજી તરફ્ મુંબઈમાં પણ ગ્રાહકોને આકર્ષવા માટે મેક્સ ફેશને શોપ ઓન વ્હીલ્સ સેવા ચાલુ કરી છે. અગાઉ લોકડાઉન દરમિયાન ગ્રાહકો સ્થાનિક કિરાણા સ્ટોર્સ તરફ વળ્યાં હતા જે હવે  શોપ ઓન વ્હીલ્સ તરફ આવી રહ્યા છે. વિશ્વમાં આ કોનસેપ્ટ નવો નથી પરંતુ ભારતમાં તેનો પ્રવેશ થવાનો બાકી છે.

દિલ્હીમાં સ્ટેજ 3એ તેની ફેશન ઓન વ્હિલ્સ બસ શરૂ કરી હતી જે વિવિધ વિસ્તારોમાં ફરતી હતી. તેને ભારતની પ્રથમ ફેશન મોબાઈલ તરીકે ઓળખાવાઈ હતી. આ કોનસેપ્ટ લોકપ્રિય થવાનું મુખ્ય કારણ કોરોના વાયરસ છે. કેમ કે ડરી ગયેલા ગ્રાહકો હજુ રિટેલ સ્ટોર્સ કે મોલ્સમાં જવાનું પસંદ કરતા નથી.

Web Title: Shop on wheels finally takes off in India as brands arrive at societies with retail trucks