ભારતમાં સોના ભાવ મક્કમ, ચાંદી નરમ

commodity-news-india
|

July 17, 2020, 7:58 PM


Gold price strong in Indian Market, Silver is soft.jpg

અમદાવાદઃ વૈશ્વિક બજારમાં ગુરુવારના ઘટાડો, ભારતમાં ડોલર સામે રૂપિયો વધતા સોનું સસ્તું થતા આજ બજારમાં સાંકડી વધઘટ જોવા મળી હતી. જોકે, વૈશ્વિક બજારમાં બન્ને ધાતુઓના ભાવ ફરી વધતા ભારતમાં પણ સુધારો જોવા મળ્યો હતો. હાજર બજારમાં સોનાના ભાવ સ્થિર રહ્યા હતા જયારે ચાંદીના ભાવમાં રૂ.૨૦૦નો ઘટાડો જોવા મળ્યો હતો. વાયદામાં સોનું મક્કમ હતું અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૮૭૯૬ ખૂલી, ઊપરમાં રૂ. ૪૮૮૬૦ અને નીચામાં રૂ. ૪૮૭૧૩ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૬૩ વધીને રૂ. ૪૮૮૩૬ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૨ વધીને ૮ ગ્રામદીઠ રૂ. ૩૯૪૭૧ અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૨ વધીને ૧ ગ્રામદીઠ રૂ. ૪૮૯૭ થયા હતા, જ્યારે સોનું-મિની ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩ વધીને બંધમાં રૂ. ૪૮૮૬૪ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૫૨૪૪૪ ખૂલી, ઊપરમાં રૂ. ૫૨૪૮૦ અને નીચામાં રૂ. ૫૨૧૭૮ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૭૧ ઘટીને રૂ. ૫૨૪૩૯ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ રૂ. ૧૮૧ ઘટીને રૂ. ૫૨૫૧૧ અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ રૂ. ૧૭૪ ઘટીને રૂ. ૫૨૫૧૭ બંધ રહ્યા હતા.

Web Title: Gold price strong in Indian Market, Silver is soft