ભારતમાં સૌથી ઓછી કિંમત અને સૌથી વધુ માઈલેજ આપતી બાઈક…

auto-news-india
|

July 19, 2020, 8:15 PM


The Lowest Priced And Highest Mileage Bajaj CT100B Bike In India (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : આજે અમને તમને એવી બાઈક વિશે જણાવીશું, જે જોવામાં બણ બેસ્ટ છે અને સૌથી સસ્તાની સાથે માઈલેજમાં પણ અવ્વલ છે. ભારતમાં પેટ્રોલની કિંમત બીજા દેશની તુલનાએ ઘણી મોંઘી છે. પેટ્રોલની કિંમત ભલે લીટરે 70 હોય કે 80… મોટાભાગના ભારતીયો આજે પણ 100 રૂપિયાનું પેટ્રોલ પુરવાતા જોવા મળતા હોય છે. હવે જો આવી સ્થિતિમાં એક એવી બાઈક મળી જાય કે, જે એક લીટરમાં 90થી 100 કિમી માઈલેજ આપતું હોય તો શું જોઈએ… આ મામલે તમે બજાજની CT100 પર વિશ્વાવ મુકી શકો છો. હાલ માર્કેટમાં Bjaj CT100Bના બે વેરિયન્ટ ઉપલબ્ધ છે. Bjaj CT100Bની દિલ્હી એક્સ-શોરૂ કિંમત 31,000ની આસપાસ છે. કંપનીના દાવા પ્રમાણે આ બાઈક 99.1 કિલોમીટર પ્રતિ લિટરની માઈલેજ આપે છે.

Bajaj CT100Bમાં 99સીસીનું એન્જિન

  • નવા વેરિઅન્ટમાં નાના મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
  • કંપનીનો દાવો છે કે, આ બાઈકમાં કમ્ફર્ટનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
  • Bajaj CT100Bમાં 99CCનું એન્જિન છે જે 8.2bhpનો પાવર જનરેટ કરે છે.
  • બાઈકનાં એન્જિનને પહેલાની તુલનામાં ટ્યૂન કરાયું છે જેના કારણે નવા વેરિઅન્ટમાં પાછલા મોડલની તુલનામાં 9.6 કિલોમીટર પ્રતિ લિટરની વધારે માઈલેજ મળે છે.
  • કંપનીનો દાવો છે કે, Bajaj CT100B દેશની બીજી સૌથી વધારે માઈલેજ આપતી બાઈક હશે.
  • હાલમાં Hero Splendor iSmart દેશની સૌથી વધુ માઈલેજ આપતી બાઈક છે.

Bajaj CT100B 100CC સેગમેન્ટમાં અત્યાર સુધીની સૌથી સફળ બાઈક

  • બાઈક લોન્ચ કરવામાં આવી ત્યારે કંપનીના પ્રમુખ એરિક વાસે જણાવ્યું હતું કે, જે ગ્રાહકો સેકન્ડ હેન્ડ બાઈક ખરીદવા માગે છે તેમના માટે Bajajએ ખાસ કરીને આ બાઈક તૈયાર કરી છે.
  • આ કિંમતમાં તેઓ Bajaj CT100B તરીકે નવી બાઈક ખરીદી શકે છે. Bajaj CT100B 100સીસી સેગમેન્ટમાં અત્યાર સુધીની સૌથી સફળ બાઈક છે.
  • આ બાઈક ફેબ્રુઆરી 2015માં લોન્ચ કરવામાં આવી હતી અને પાછલા 12 મહિનામાં આ બાઈકના 5 લાખ યૂનિટ્સ વેચાઈ ગયા છે.

Web Title: The Lowest Priced And Highest Mileage Bajaj CT100B Bike In India