ભારતમાં 27.3 કરોડ લોકો ગરીબીના ખપ્પરમાંંથી બહાર આવ્યા : સંયુક્ત રાષ્ટ્ર

india-news
|

July 17, 2020, 8:40 PM


At 273 Million People, India Records World's Largest Reduction In Poverty, Say UN Report.jpg

www.vyaapaarsamachar.com

ન્યુ યોર્ક : ભારતમાં 2005-06થી 2015-16 દરમિયાન 27.3 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ દેશમાં ગરીબની સંખ્યામાંથી બહાર આવવાનો આ સૌથી મોટો ઘટાડો છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં આ વાત બહાર આવી છે.

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અને ઓક્સફોર્ડ ગીરીબી અને માનવ વિકાસ પહેલ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાથી જાણકારી મળી છે કે 75માંથી 65 દેશોમાં 2000થી 2019ની વચ્ચે બહુઆયામી ગરીબી સ્તરમાં ઘણો ઘટાડો થયો છે.

બહુઆયામી ગરીબી દૈનિક જીવનમાં ગરીબ લોકો દ્વારા અનુભવ કરવામાં આવતા જુદા જુદા અભાવોનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં ખરાબ સ્વાસ્થ્ય, શિક્ષણનો અભાવ, જીવન સ્તરમાં અસુવિધા, કામની ખરાબ ગુણવત્તા, હિંસાનો ખતરો અને પર્યાવરણ માટે ખતરનાક ગણાતા વિસ્તારમાં વસવાટનો મુદ્દો સામેલ છે. આ 65 દેશોમાંથી 50 દેશોમાં ગરીબીમાં જીવન પસાર કરતા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. સૌથી મોટો ઘટાડો ભારતમાં જોવા મળ્યો છે.

Web Title: At 273 Million People, India Records World’s Largest Reduction In Poverty, Say UN Report