ભારતીય બજારમાં સોનું મક્કમ, ચાંદીમાં વૃદ્ધિ
commodity-news-india
|
July 20, 2020, 7:56 PM

અમદાવાદઃ ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં વૈશ્વિક બજારની હલચલની અસર જોવા મળી રહી હતી. જોકે, ડોલર સામે રૂપિયો વધ્યો હોવાથી ભાવમાં બહુ મોટો વધારો જોવા મળ્યો નહોતો.
ભારતમાં હાજર બજારમાં મુંબઈ ખાતે સોનું પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૨૫ વધી રૂ.૫૦,૯૩૫ અને અમદાવાદ ખાતે રૂ.૫૦,૮૭૫ના ભાવે સ્થિર રહ્યું હતું. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૮૯૧૦ ખૂલી, ઊપરમાં રૂ. ૪૮૯૯૩ અને નીચામાં રૂ. ૪૮૮૫૮ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૨ ઘટીને રૂ. ૪૮૯૨૫ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૧ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ. ૩૯૫૪૦ અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧ વધીને ૧ ગ્રામદીઠ રૂ. ૪૯૦૧ થયા હતા, જ્યારે સોનું-મિની ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧ ઘટીને બંધમાં રૂ. ૪૮૯૭૦ ના ભાવ રહ્યા હતા.
ચાંદીમાં મુંબઈ હાજર રૂ.૩૮૦ વધી રૂ.૫૪,૧૦૦ અને અમદાવાદ ખાતે રૂ.૩૯૫ વધી રૂ.૫૪,૦૭૦ પ્રતિ કિલો રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૫૨૮૧૯ ખૂલી, ઊપરમાં રૂ. ૫૩૧૭૮ અને નીચામાં રૂ. ૫૨૭૩૫ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૯૪ વધીને રૂ. ૫૩૦૯૩ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ રૂ. ૧૫૮ વધીને રૂ. ૫૩૧૩૫ અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ રૂ. ૧૬૨ વધીને રૂ. ૫૩૧૨૯ બંધ રહ્યા હતા.
Web Title: Gold stedy in Indian market, Silver rising