ભારતીય બેન્કોનું કંપનીઓમાં હોલ્ડિંગ સૌથી ઉચ્ચ સપાટીએ રૂ. 7 ટ્રિલિયનનું રહ્યું

share-market-news-india
|

July 18, 2020, 10:39 AM


Indian banks' holdings in companies rose the most to Rs. 7 tn happened.jpg

vyaapaarsamachar.com

મુંબઈ: દેશની કંપનીઓ દ્વારા જારી કરાયેલા રુપી બોન્ડસમાં ભારતીય બેન્કોનું હોલ્ડિંગ્સ અત્યારસુધીની ઊંચી સપાટીએ રહ્યું છે. હાલમાં કોરોનાવાઈરસની દેશની કંપનીઓની આર્થિક સ્થિતિ પર પડેલી વ્યાપક પ્રતિકૂળ અસરને ધ્યાનમાં રાખી કંપનીઓને ભંડોળ પૂરા પાડવાના ભાગરૂપ આ બોન્ડસ ખરીદાયા હોવાનું માનવામાં આવે છે.

મેમાં ભારતીય બેન્કો પાસે કંપનીઓના બોન્ડસ તથા કમર્સિઅલ પેપર્સ મળીને કુલ રૂપિયા ૭ ટ્રિલિયનનું હોલ્ડિંગ્સ રહ્યું હતું એમ પ્રાપ્ત આંકડા જણાવે છે. નાણાંભીડનો સામનો કરી રહેલી કંપનીઓને ધિરાણ વધારવા રિઝર્વ બેન્કે બેન્કો માટે રૂપિયા ૫૦ અબજ ડોલરની ઈમરજંસી ક્રેડિટ લાઈન મંજુર કરી છે. કોરોનાવાઈરસને કાબુમાં લેવા સરકાર દ્વારા લેવાયેલા વિવિધ પગલાંને કારણે અર્થતંત્ર પર અસર પડી છે.

સરકારી પગલાંઓને કારણે ઓછા રેટિંગ સાથેની કંપનીઓને પણ લાભ થઈ રહ્યો છે. છેલ્લા ચાર દાયકામાં વર્તમાન નાણાં વર્ષમાં પ્રથમ  જ વખત ભારતનો આર્થિક વિકાસ દર નેગેટિવ રહેવાની રિઝર્વ બેન્કે ધારણાં મૂકી છે. હાલમાં બેન્કો પાસે જંગી માત્રામાં લિક્વિડિટી રહેલી હોવાથી આગામી દિવસોમાં પણ બેન્કો દ્વારા બોન્ડસની ખરીદીમાં વધારો જોવા મળવા સંભવ છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. બેન્કો પણ જોખમ ટાળવા કંપનીઓને સીધા ધિરાણ કરવાને બદલે તેમના બોન્ડસમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે. અત્રે ઉલ્લેખનિય છે કે કંપનીઓની સરખામણીએ બેન્કો એનબીએફસીસ તથા હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ નાણાં પૂરા પાડતા ખચકાય છે. 

Web Title: Indian banks are obsessed with company bonds, holdings at high level