ભારતી એક્સા જનરલ ઈન્સ્યોરન્સને ખરીદવાની તૈયારીમાં ICICI લોમ્બાર્ડ

share-market-news-india
|

July 30, 2020, 9:55 PM


Bharti AXA General In Talks With ICICI Lombard For Merger.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ (ICICI Lombard) જનરલ ઇન્સ્યુરન્સ દ્વારા ભારતી એંટરપ્રાઇઝ (Bharti Enterprises) સમર્થિત ભારતી એક્સા જનરલ ઇન્સ્યુરન્સ (Bharti AXA General Insurance) ખરીદવા માટે વાટાઘાટો શરૂ કરાઈ છે. સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. હાલમાં ભારતી એએક્સા જનરલ ઇન્શ્યોરન્સમાં ભારતી એન્ટરપ્રાઇઝનો 51 ટકા હિસ્સો અને ફ્રાન્સની વીમા કંપની એક્સા પાસે 49 ટકા હિસ્સો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતી એક્સાની કિંમત આશરે 2,800 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. ભારતી એક્સા જનરલ ઇન્સ્યુરન્સ, ભારતી એન્ટરપ્રાઇઝ અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આ સંબંધમાં મોકલેલા ઇ-મેઇલ્સનો હાલ કોઈ જવાબ આપ્યો ન હતો. ભારતી એંટરપ્રાઇઝ ઘણા લાંબા સમયથી તેના નાણાકીય સેવાઓના વ્યવસાયમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે.

ભારતી એન્ટરપ્રાઈઝે ભારતી એક્સા લાઈફ ઈન્સ્યુરન્સ અને ભારતી એક્સા જનરલ ઈન્સ્યોરન્સમાંથી તેની 74 ટકા હિસ્સેદારી વેંચવા માટે વર્ષ 2016માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે વાત કરી હતી, જોકે આ મામલો આગળ વધ્યો નહીં.

Web Title: ICICI Lombard Likely To Acquire Bharti AXA General Insurance In 2,600 Crore Rupee Deal