ભારત અમેરિકા વચ્ચે ટૂંકસમયમાં સીમિત વ્યાપાર કરાર થશે 

india-news
|

July 17, 2020, 2:11 PM


India and US inch closer to sealing limited trade deal.jpeg

vyaapaarsamachar.com

અમદાવાદ : ભારત અને અમરિકા બે વર્ષ લાંબી ચર્ચા બાદ એક સીમિત વ્યાપાર કરાર તરફ આગળ વધી રહયા છે. આ કરારથી ભારતમાં વ્યાપાર રહતોના બદલામાં અમેરિકી કૃષિ ઉત્પાદનો માટે ટેરિફ રાહતો આપે તેવી સંભાવના છે.  

આ સંભવિત કરાર એવા સમયે થઇ રહયો છે જ્યારે ભારત ચીન સાથેના સરહદ સંબંધી વિવાદ વચ્ચે યુરોપિયન યુનિયન અને બ્રિટન સહીતના પશ્ચિમ સાથે વધુમાં વધુ વ્યાપાર અને વ્યૂહાત્મક સબંધો બનાવવા માટે આગળ વધી રહ્યું છે. આ નવેમ્બરની ચૂંટણી અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની શાખને પણ સાચવી શકે તેમ છે. 

ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર ચાલુ રાખીને વેપાર મંત્રી પિયુષ ગોયલે બુધવારે અમેરિકાના વાણિજ્ય સચિવ વિલ્બર રોસ સાથે વાતચીત કરી હતી. ગયા અઠવાડિયે, ગોયલે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ​​રોબર્ટ લાઇટિટાઈઝર સાથે લાંબા સમયથી અટવાયેલા સોદાને પૂર્ણ કરવા માટે વાત કરી હતી.

આ લોકોએ  ભારત-અમેરિકા વેપાર પર ચાલી રહેલી ચર્ચાઓ પર પણ વાતચીત કરી અને મોટા ભાગના બાકી મુદ્દાઓ પર બંને પક્ષે નોંધપાત્ર પ્રગતિની પ્રશંસા કરી.ભારતના વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ પ્રારંભિક મર્યાદિત વેપાર પેકેજને પૂર્ણ કરવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી અને ભારત-યુએસએ દ્વિપક્ષીય વેપારની પૂરકતાઓને માન્યતા આપતાં બંને પક્ષોએ એફટીએની સંભાવના અંગે ચર્ચા કરી હતી.

2018 થી વાટાઘાટો હેઠળના મર્યાદિત વેપાર પેકેજથી યુ.એસ. ફાર્મ પેદાશો, ખાસ કરીને ડેરી વસ્તુઓ, સ્ટેન્ટ્સ અને ઘૂંટણના પ્રત્યારોપણ જેવા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની કિંમતો અને માહિતી અને સંદેશાવ્યવહાર તકનીકી ઉત્પાદનોને આવરી લેવામાં આવવાની અપેક્ષા છે.  

Web Title: India and US inch closer to sealing limited trade agreement