ભારત કોરોના Live : આજે મહારાષ્ટ્રમાં 364, તમિલનાડુમાં 117ના મોત, સૌથી વધુ પોઝિટિવ કેસો મામલે ભારત બીજા ક્રમે

india-news
|

August 14, 2020, 8:15 PM

| updated

August 14, 2020, 8:46 PM


13 August, Wednesday COVID 19 outbreak spread in India very fast, here is all live updates.jpeg

www.vyaapaarsamachar.com

અમદાવાદ: દેશમાં કોરોના વાયરસ મહામારીને પગલે સરકારે લગાવેલા લોકડાઉનને ખોલવાનો એટલે કે અનલોક-3ની શરૂઆત થઈ છે. લોકડાઉન ખોલ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી છે અને અત્યાર સુધી  23 લાખથી વધારે લોકો કોરોના ભરડામાં આવ્યા છે. અનલોક-3માં સરકારે વધારે છુટછાટ ન આપતા માત્ર રાત્રી કરફ્યુ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે જેનાથી લોકોને મોટી રાહત મળી છે. તે ઉપરાંત 5મી ઓગસ્ટથી જીમ અને યોગ કેન્દ્રો પણ ખોલવાની મંજૂરી આપી છે. જો કે હાલ શાળા-કોલેજો અને મલ્ટિપ્લેક્સ ખોલવા પરનો પ્રતિબંધ યથાવત રાખ્યો છે.  

કોરોનાને કાબૂમાં લેવા માટે હાલ અમુક રાજ્યોએ 1 ઓગસ્ટથી સંપૂર્ણ લોકડાઉન અને અન્ય રાજ્યોમાં ચાર દિવસનું લોકડાઉન તો  અમુક રાજ્યોએ વિકેન્ડ લોકડાઉન અપનાવ્યું છે. આ સિવાય ગુજરાતમાં સ્થાનિક શહેરો અને નાના ગામો સ્વેચ્છાએ જનતા કરફ્યુનું પાલન કરી રહ્યા છે. ત્યારે હવે અમુક શરતો સાથે ધંધા-રોજગાર ચાલુ રાખી દેશમાં લોકડાઉનની સ્થિતિ યથાવત રખાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે. હાલ ખૂલેલા અમુક મંદિરો પણ બંધ થયા છે, દેશમાં અનેક દિગ્ગજ રાજકીય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ કોરોના સંક્રમિત આવતા દેશમાં ભયનો માહોલ પ્રવર્ત્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ સાથે જ દેશ અમ્ફાન, નિસર્ગ જેવા તોફાનો, તીડ પ્રહાર, સરહદે તણાવ, ભૂકંપ સામે લડ્યો છે, આર્થિક તંગી અનુભવાઈ રહી છે. હાલ આસામમાં ભયાનક પૂરની સ્થિતિ છે. તેની સાથે જ બિહાર પણ પૂર અસરગ્રસ્ત બન્યું છે. કોરોનાથી દેશે અનેક પ્રભાવી હસ્તીઓ ગુમાવી છે. આ વચ્ચે સતત વધી રહેલી પોઝિટીવ કેસની સંખ્યા ચિંતામાં વધારો કરી રહી છે. જો કે, વેક્સીનના ટ્રાયલ બીજા તેમજ અંતિમ તબક્કામાં હોઈ આશાઓ જાગી છે. પરંતુ હાલ આપણે સૌ ઘરે રહીએ અને સુરક્ષિત રહીએ. આ સ્થિતિમાં આપને ઘરે બેઠા દેશના તમામ ખૂણેથી માહિતી મળી રહે તે માટે વ્યાપાર સમાચાર તત્પર છે અને આપને આપી રહ્યા છીએ પળેપળની ખબર અહિં….

ભારતમાં કોરોનાની સ્થિતિ

  • સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમા બીજા ક્રમે
  • દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર  – 71.17%
  • કુલ સંક્રમિતોની સંખ્યા – 24,61,190
  • મૃત્યુઆંક – 48,040
  • કુલ સ્વસ્થ થયા – 17,51,555
  • કુલ એક્ટિવ કેસ- 6.61.595

કોરોના વાયરસ અપડેટ્સ

મધ્યપ્રદેશમાં આજે 16 મોત, 796 કોરોના કેસ નોંધાયા

  • કુલ સાજા થનારાઓની સંખ્યા – 32,405
  • કુલ સક્રિય કેસોની સંખ્યા – 9,928
  • કુલ મૃત્યુઆંક – 1,081
  • કુલ કેસોની સંખ્યા – 43,414

Image

Image

મણિપુરમાં વધુ 86 કોરોના કેસ નોંધાયા

  • કુલ સાજા થનારાઓની સંખ્યા – 2360
  • કુલ સક્રિય કેસોની સંખ્યા – 1825
  • કુલ મૃત્યુઆંક – 13
  • કુલ કેસોની સંખ્યા – 4198

મહારાષ્ટ્રમાં આજે 364 મોત, 12,608 કોરોના કેસ નોંધાયા

  • કુલ સાજા થનારાઓની સંખ્યા – 4,01,442
  • કુલ સક્રિય કેસોની સંખ્યા – 1,51,555
  • કુલ મૃત્યુઆંક – 19,427
  • કુલ કેસોની સંખ્યા – 5,72,734

Image

પંજાબમાં આજે 25 મોત, 1077 કોરોના કેસ નોંધાયા

  • કુલ સક્રિય કેસોની સંખ્યા – 9,954
  • કુલ મૃત્યુઆંક – 731
  • કુલ કેસોની સંખ્યા – 29,013

Image

મુંબઈના ધારાવીમાં વધુ 9 કોરોના કેસ નોંધાયા

  • કુલ સાજા થનારાઓની સંખ્યા – 2312
  • કુલ સક્રિય કેસોની સંખ્યા – 87
  • કુલ કેસોની સંખ્યા – 2658

હિમાચલમાં કુલ 3,852 કોરોના કેસ

  • કુલ સાજા થનારાઓની સંખ્યા – 2474
  • કુલ સક્રિય કેસોની સંખ્યા – 1325
  • કુલ મૃત્યુઆંક – 17

Image

તમિલનાડુમાં આજે 117 મોત, 5890 કોરોના કેસ નોંધાયા

  • કુલ સક્રિય કેસોની સંખ્યા – 53,716
  • કુલ મૃત્યુઆંક – 5,514
  • કુલ કેસોની સંખ્યા – 3,26,245

Image

જમ્મુ-કાશ્મીરમાં આજે 11 મોત, 540 કોરોના કેસ નોંધાયા

  • કુલ સાજા થનારાઓની સંખ્યા – 19942
  • કુલ સક્રિય કેસોની સંખ્યા – 7027
  • કુલ મૃત્યુઆંક – 520
  • કુલ કેસોની સંખ્યા – 27,489

Image

Image

કેરળમાં વધુ 1569 કોરોના કેસ નોંધાયા

  • કુલ સાજા થનારાઓની સંખ્યા – 26,996
  • કુલ સક્રિય કેસોની સંખ્યા – 14,094

Image

દિલ્હીમાં આજે 11 મોત, 1192 કોરોના કેસ નોંધાયા

  • કુલ સાજા થનારાઓની સંખ્યા – 1,35,108
  • કુલ સક્રિય કેસોની સંખ્યા – 11,366
  • કુલ મૃત્યુઆંક – 4,178
  • કુલ કેસોની સંખ્યા – 1,50,652

Image

લોકડાઉનથી સ્થૂળતાની સમસ્યા વધશે

  • કોરોના વાયરસની મનુષ્યના શરીર પર ગંભીર અસરો  બાદ હવે લોકડાઉનની પણ માઠી અસરો અંગે વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે
  • વૈજ્ઞાનિકોના મતે કોરોનાની મહામારીને રોકવા માટે દેશમાં લાગુ કરેલા લોકડાઉનથી સ્થૂળતાની સમસ્યા વધશે  

કેરળમાં રોજના 10થી 20 હજાર નવા કેસ નોંધાય તેવી આશંકા

  • કેરળના આરોગ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યુ કે, કેરળમાં ઔગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કોરોના વાયરસ વધુ ઘાતક સ્વરૂપ ધારણ કરતા પોઝિટિવ કેસોની સંખ્યા વધવાની આશંકા છે
  • કેરળમાં રોજના 10થી 20 હજાર નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાય તેવી સંભાવના છે
  • નિષ્ણાંતોએ આશંકા વ્યક્ત કરતા કહ્યુ કે,અમે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન કોવિડ-19ના કેસોમાં વધારો જતો જોઇ શકીયે છીએ
  • યુવાઓને આ વૈશ્વિક કોરોના મહામારીને રોકવા માટે ‘કોવિડ-બ્રિગેડ’માં શામેલ થવા આગ્રહ કર્યો છે

Web Title: 13 August, Wednesday: COVID 19 outbreak spread in India very fast, here is all live updates