ભારત કોરોના Live: દેશમાં આજે ઘટી એક્ટિવ કેસોની સંખ્યા, રિકવરી રેટ વધીને 67.19% થયો

india-news
|

August 05, 2020, 9:49 AM

| updated

August 05, 2020, 10:09 AM


Coronavirus cases live update india.jpeg

www.vyaapaarsamachar.com

અમદાવાદ: દેશમાં કોરોના વાયરસ મહામારીને પગલે સરકારે લગાવેલા લોકડાઉનને ખોલવાનો એટલે કે અનલોક-3ની શરૂઆત થઈ છે. લોકડાઉન ખોલ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી છે અને અત્યાર સુધી  16 લાખથી વધારે લોકો કોરોના ભરડામાં આવ્યા છે. અનલોક-3માં સરકારે વધારે છુટછાટ ન આપતા માત્ર રાત્રી કરફ્યુ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે જેનાથી લોકોને મોટી રાહત મળી છે. તે ઉપરાંત 5મી ઓગસ્ટથી જીમ અને યોગ કેન્દ્રો પણ ખોલવાની મંજૂરી આપી છે. જો કે હાલ શાળા-કોલેજો અને મલ્ટિપ્લેક્સ ખોલવા પરનો પ્રતિબંધ યથાવત રાખ્યો છે.  

કોરોનાને કાબૂમાં લેવા માટે હાલ અમુક રાજ્યોએ 1 ઓગસ્ટથી સંપૂર્ણ લોકડાઉન અને અન્ય રાજ્યોમાં ચાર દિવસનું લોકડાઉન તો  અમુક રાજ્યોએ વિકેન્ડ લોકડાઉન અપનાવ્યું છે. આ સિવાય ગુજરાતમાં સ્થાનિક શહેરો અને નાના ગામો સ્વેચ્છાએ જનતા કરફ્યુનું પાલન કરી રહ્યા છે. ત્યારે હવે અમુક શરતો સાથે ધંધા-રોજગાર ચાલુ રાખી દેશમાં લોકડાઉનની સ્થિતિ યથાવત રખાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે. હાલ ખૂલેલા અમુક મંદિરો પણ બંધ થયા છે, દેશમાં અનેક દિગ્ગજ રાજકીય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ કોરોના સંક્રમિત આવતા દેશમાં ભયનો માહોલ પ્રવર્ત્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ સાથે જ દેશ અમ્ફાન, નિસર્ગ જેવા તોફાનો, તીડ પ્રહાર, સરહદે તણાવ, ભૂકંપ સામે લડ્યો છે, આર્થિક તંગી અનુભવાઈ રહી છે. હાલ આસામમાં ભયાનક પૂરની સ્થિતિ છે. તેની સાથે જ બિહાર પણ પૂર અસરગ્રસ્ત બન્યું છે. કોરોનાથી દેશે અનેક પ્રભાવી હસ્તીઓ ગુમાવી છે. આ વચ્ચે સતત વધી રહેલી પોઝિટીવ કેસની સંખ્યા ચિંતામાં વધારો કરી રહી છે. જો કે, વેક્સીનના ટ્રાયલ બીજા તેમજ અંતિમ તબક્કામાં હોઈ આશાઓ જાગી છે. પરંતુ હાલ આપણે સૌ ઘરે રહીએ અને સુરક્ષિત રહીએ. આ સ્થિતિમાં આપને ઘરે બેઠા દેશના તમામ ખૂણેથી માહિતી મળી રહે તે માટે વ્યાપાર સમાચાર તત્પર છે અને આપને આપી રહ્યા છીએ પળેપળની ખબર અહિં….

ભારતમાં કોરોનાની સ્થિતિ

સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમા 2જા ક્રમે

24 કલાકમાં વધુ 52,509 નવા કેસ કોરોના પોઝિટીવ નોંધાયા, 857 કોરોના દર્દીઓના મોત નીપજ્યા છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર  – 66.31%

કુલ સંક્રમિતોની સંખ્યા- 19,08,255

મૃત્યુઆંક – 39,795

કુલ સ્વસ્થ થયા – 12,82,216

કુલ એક્ટિવ કેસ – 5,86,244

કોરોના વાયરસ અપડેટ્સ

તેલંગણામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 13 વધુ મોત, અત્યાર સુધીમાં 576 લોકો મર્યા. તેલંગણામાં છેલ્લા 24 કલાકમાં 2012 નવા કેસો આવ્યા બાદ રાજ્યમાં કુલ કોરોના પોઝિટીવ કેસનો આંકડો 70,958 થયો

  • ઉત્તર પ્રદેશના મંત્રી બ્રિજેશ પાઠક કોરોના સંક્રમિત

રાજ્યોની સ્થિતિ

 ક્રમ

 રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશ

 એક્ટિવ કેસ

 સાજા થયેલા દર્દીઓની સંખ્યા

મોત

કુલ

 ગઈ કાલની વૃદ્ધિ

સંચિત આંકડા

 ગઈ કાલની વૃદ્ધિ

સંચિત આંકડા

 ગઈ કાલની વૃદ્ધિ

1

આંદામાન-નિકોબાર

639

82

277

14

12

2

2

આંધ્ર પ્રદેશ

79104

2727

95625

6953

1604

67

3

અરૂણાચલ પ્રદેશ

682

10

1105

42

3

 

4

આસામ

13625

1887

34421

993

115

6

5

બિહાર

21093

323

40348

2120

347

17

6

ચંદીગઢ

471

37

715

9

20

1

7

છત્તીસગઢ

2520

58

7613

357

69

8

8

દીવ, દમણ અને દાદરા નગર હવેલી

404

8

919

59

2

 

9

દિલ્હી

9897

310

125226

972

4033

12

10

ગોવા

1901

17

5114

238

60

4

11

ગુજરાત

14690

91

48376

898

2533

25

12

હરિયાણા

6122

141

31226

756

448

8

13

હિમાચલ પ્રદેશ

1155

9

1710

52

14

 

14

જમ્મુ-કાશ્મિર

7123

444

14856

824

417

10

15

ઝારખંડ

8648

87

5164

372

128

3

16

કર્ણાટક

73854

623

69272

6772

2704

110

17

કેરળ

11570

59

16299

1021

87

3

18

લદાખ

400

31

1127

18

7

 

19

મધ્ય પ્રદેશ

8756

530

25414

1315

912

12

20

મહારાષ્ટ્ર

142458

4866

299356

12326

16142

300

21

મણિપુર

1197

50

1814

48

7

 

22

મેઘાલય

582

51

330

66

5

 

23

મિઝોરમ

222

13

282

16

 

24

નાગાલેન્ડ

1741

274

659

2

5

 

25

ઓરિસ્સા

12982

34

24483

1409

216

9

26

પોંડિચેરી

1552

37

2537

126

58

2

27

પંજાબ

6062

141

12491

609

462

20

28

રાજસ્થાન

13115

313

32832

1374

732

17

29

સિક્કીમ

483

93

299

2

1

 

30

તમિલનાડુ

55152

1546

208784

6501

4349

108

31

તેલંગણા

19568

860

50814

1139

576

13

32

ત્રિપુરા

1873

71

3725

50

30

2

33

ઉત્તરાખંડ

3066

106

4847

309

95

5

34

ઉત્તર પ્રદેશ

41222

1031

57271

1878

1817

39

35

પશ્વિમ બંગાળ

22315

632

56884

2066

1785

54

કુલ

586244

-54

1282215

51706

39795

857

Web Title: 05 August, Wednesday: COVID 19 outbreak spread in India very fast, here is all live updates