ભારત કોરોના Live: દેશમાં આજે વધુ 53,601 કોરોના સંક્રમિતો મળી આવ્યા અને વધુ 871 કોરોના દર્દીના મોત નીપજ્યા

www.vyaapaarsamachar.com

અમદાવાદ: દેશમાં કોરોના વાયરસ મહામારીને પગલે સરકારે લગાવેલા લોકડાઉનને ખોલવાનો એટલે કે અનલોક-3ની શરૂઆત થઈ છે. લોકડાઉન ખોલ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી છે અને અત્યાર સુધી  22 લાખથી વધારે લોકો કોરોના ભરડામાં આવ્યા છે. અનલોક-3માં સરકારે વધારે છુટછાટ ન આપતા માત્ર રાત્રી કરફ્યુ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે જેનાથી લોકોને મોટી રાહત મળી છે. તે ઉપરાંત 5મી ઓગસ્ટથી જીમ અને યોગ કેન્દ્રો પણ ખોલવાની મંજૂરી આપી છે. જો કે હાલ શાળા-કોલેજો અને મલ્ટિપ્લેક્સ ખોલવા પરનો પ્રતિબંધ યથાવત રાખ્યો છે.  

કોરોનાને કાબૂમાં લેવા માટે હાલ અમુક રાજ્યોએ 1 ઓગસ્ટથી સંપૂર્ણ લોકડાઉન અને અન્ય રાજ્યોમાં ચાર દિવસનું લોકડાઉન તો  અમુક રાજ્યોએ વિકેન્ડ લોકડાઉન અપનાવ્યું છે. આ સિવાય ગુજરાતમાં સ્થાનિક શહેરો અને નાના ગામો સ્વેચ્છાએ જનતા કરફ્યુનું પાલન કરી રહ્યા છે. ત્યારે હવે અમુક શરતો સાથે ધંધા-રોજગાર ચાલુ રાખી દેશમાં લોકડાઉનની સ્થિતિ યથાવત રખાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે. હાલ ખૂલેલા અમુક મંદિરો પણ બંધ થયા છે, દેશમાં અનેક દિગ્ગજ રાજકીય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ કોરોના સંક્રમિત આવતા દેશમાં ભયનો માહોલ પ્રવર્ત્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ સાથે જ દેશ અમ્ફાન, નિસર્ગ જેવા તોફાનો, તીડ પ્રહાર, સરહદે તણાવ, ભૂકંપ સામે લડ્યો છે, આર્થિક તંગી અનુભવાઈ રહી છે. હાલ આસામમાં ભયાનક પૂરની સ્થિતિ છે. તેની સાથે જ બિહાર પણ પૂર અસરગ્રસ્ત બન્યું છે. કોરોનાથી દેશે અનેક પ્રભાવી હસ્તીઓ ગુમાવી છે. આ વચ્ચે સતત વધી રહેલી પોઝિટીવ કેસની સંખ્યા ચિંતામાં વધારો કરી રહી છે. જો કે, વેક્સીનના ટ્રાયલ બીજા તેમજ અંતિમ તબક્કામાં હોઈ આશાઓ જાગી છે. પરંતુ હાલ આપણે સૌ ઘરે રહીએ અને સુરક્ષિત રહીએ. આ સ્થિતિમાં આપને ઘરે બેઠા દેશના તમામ ખૂણેથી માહિતી મળી રહે તે માટે વ્યાપાર સમાચાર તત્પર છે અને આપને આપી રહ્યા છીએ પળેપળની ખબર અહિં….

ભારતમાં કોરોનાની સ્થિતિ

સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમા બીજા ક્રમે

દેશમાં આજે વધુ 53,601 કોરોના સંક્રમિતો મળી આવ્યા અને વધુ 871 કોરોના દર્દીના મોત નીપજ્યા

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર  – 69.33%

કુલ સંક્રમિતોની સંખ્યા – 22,68,676

મૃત્યુઆંક – 45,257

કુલ સ્વસ્થ થયા – 15,83,490

કુલ એક્ટિવ કેસ – 6,39,929

કોરોના વાયરસ અપડેટ્સ

પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ પરિસ્થિતિ અંગે વીડિયો કોન્ફરન્સ દ્વારા મિટીંગ યોજી

 • પંજાબમાં અત્યાર સુધી કોવિડ19ના 24891 કેસ અને 604 મોત નોંધાયેલા છે.
 • મશહૂર શાયર રાહત ઈંદોરી કોરોના પોઝિટીવ, હોસ્પિટલમાં થયા ભરતી
 • કોવિડ 19 પોઝિટીવ હોકી પ્લેયર મનદિપ સિંહની તબિયત લથડી. ઓક્સિજનનું લેવલ ઘટતા તેમને હોસ્પિટલમાં શીફ્ટ કરાયા
 • દિલ્હીનું ઈસ્કોન મંદિર સિલ કરી દેવાયું. અહિં પુજારી સહિત 22 લોકોના ટેસ્ટ કોરોના પોઝિટીવ આવ્યા. જન્માષ્ટમી અગાઉ મંદિર બંધ કરી દેવાયું, લોકોની અવરજવર પર પ્રતિબંધ લદાયો.

ઓરિસ્સામાં આજે નવા 1341 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા અને 1236 દર્દીઓ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયા. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 48,796 છે. જેમાં 15,427 એક્ટિવ કેસ અને 33,020 સાજા થયેલા કેસ છે.

તેલંગણામાં આજે વધુ 1896 લોકો કોરોના સંક્રમિત થયા, 8ના મોત થયા અને 1788 દર્દીઓ કોરોનામુક્ત બન્યા. તેલંગણામાં 10 ઓગસ્ટ સુધી 82,647 કેસ પોઝિટીવ છે. જેમાં 22628 એક્ટિવ કેસ, 59374 રિકવર્ડ અને 645 મોત નોંધાયા છે.

રાજસ્થાનમાં આજે નવા 620 કેસ અને 10 મોત નોંધાયા બાદ રાજ્યમાં કુલ કેસ અને મૃતાંક અનુક્રમે 54290 અને 810 થયો છે.

દેશમાં ગઈ કાલે વધુ 6,98,290 સેમ્પલના કોરોના ટેસ્ટ કરાયા બાદ કુલ ટેસ્ટિંગની સંખ્યા 2,52,81,848એ પહોંચી છે.

 • દેશમાં અત્યારે 28.21 ટકા એક્ટિવ કેસ, 69.80 ટકા રિકવર્ડ કેસ અને 1.99 ટકા મૃત્યુદર નોંધાયો છે.

કેબિનેટના બે મંત્રીઓ કંદાપાસામી અને કમલાકન્નાનનો ટેસ્ટ પોઝિટીવ આવ્યા બાદ પોંડેચેરીના મુખ્યમંત્રી વી નારાયણસ્વામીએ ટ્વીટ કરીને ઓફિસના તમામને કોવિડ-19 ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.

કલકત્તાથી વધુ કોવિડ19 કેસ ધરાવતા શહેરો (દિલ્હી, મુંબઈ, પુના, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદ) માટે ફ્લાઈટ સસ્પેન્ડ કરાઈ. આગામી 31 ઓગસ્ટ સુધી સંચાલન નહીં થાય.

મિઝોરમ રાજ્યમાં આજ સુધીમાં 623 કોરોના વાયરસના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાંથી 300 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

રાજ્યોની સ્થિતિ

ક્રમ

રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશ

એક્ટિવ કેસ

સ્વસ્થ થયેલા કેસ

મોત

કુલ

ગઈ કાલની વૃધિ

સંચિત આંકડા

ગઈ કાલની વૃધિ

સંચિત આંકડા

ગઈ કાલની વૃધિ

1

આંદામાન-નિકોબાર

896

74

709

61

20

 

2

આંધ્ર પ્રદેશ

87773

661

145636

6924

2116

80

3

અરૂણાચલ પ્રદેશ

636

34

1592

110

3

 

4

આસામ

18000

1633

43586

1261

151

6

5

બિહાર

28065

159

54088

2930

397

10

6

ચંદીગઢ

566

20

1004

100

25

 

7

છત્તીસગઢ

3336

93

9013

204

99

3

8

દીવ, દમણ અને દાદરા નગર હવેલી

444

3

1167

46

2

 

9

દિલ્હી

10346

383

131657

1070

4131

20

10

ગોવા

2741

99

6208

213

80

5

11

ગુજરાત

14055

92

55304

1138

2672

20

12

હરિયાણા

6448

77

35492

711

489

6

13

હિમાચલ પ્રદેશ

1241

66

2205

24

17

2

14

જમ્મુ-કાશ્મિર

7514

92

17375

372

478

6

15

ઝારખંડ

8811

312

9724

886

188

11

16

કર્ણાટક

79916

1065

99126

5218

3312

114

17

કેરળ

12784

393

22616

784

115

7

18

લદાખ

471

14

1237

15

9

 

19

મધ્ય પ્રદેશ

9202

193

29674

654

1015

19

20

મહારાષ્ટ્ર

148042

2177

358421

6711

18050

293

21

મણિપુર

1720

22

2122

78

11

 

22

મેઘાલય

610

44

498

8

6

 

23

મિઝોરમ

300

22

323

25

 

24

નાગાલેન્ડ

2030

161

973

69

8

 

25

ઓરિસ્સા

14148

278

33021

1236

286

14

26

પોંડિચેરી

2180

86

3355

154

89

2

27

પંજાબ

8550

552

15735

416

604

18

28

રાજસ્થાન

13810

337

39060

825

800

11

29

સિક્કીમ

399

28

510

16

1

 

30

તમિલનાડુ

53099

237

244675

6037

5041

114

31

તેલંગણા

22628

100

59374

1788

645

8

32

ત્રિપુરા

1673

50

4656

213

43

1

33

ઉત્તરાખંડ

3586

213

6301

167

134

9

34

ઉત્તર પ્રદેશ

47878

12

76724

4074

2120

51

35

પશ્વિમ બંગાળ

26031

344

70328

3208

2100

41

કુલ

639929

4984

1583489

47746

45257

871

ગઈ કાલે આ 18 રાજ્યોમાં કુલ 795ના મોત

 1. મહારાષ્ટ્રમાં 293 મોત
 2. તમિલનાડુમાં 114 મોત
 3. કર્ણાટકમાં 113 મોત
 4. આંધ્રપ્રદેશમાં 80 મોત
 5. ઉત્તરપ્રદેશમાં 51 મોત
 6. બિહારમાં 21ના મોત
 7. ગુજરાતમાં 20 મોત
 8. દિલ્હીમાં 20 મોત
 9. પંજાબમાં 20 મોત
 10. મધ્યપ્રદેશમાં 19 મોત
 11. રાજસ્થાનમાં 11 મોત
 12. કેરળમાં 7 મોત
 13. હરિયાણામાં 6 મોત
 14. જમ્મુ-કાશ્મીરમાં 6 મોત
 15. આસામમાં 6 મોત
 16. ગોવામાં 5 મોત
 17. પુંડુચેરીમાં 2 મોત
 18. હિમાચલપ્રદેશમાં 1 મોત

Web Title: 11 August, Tuesday: COVID 19 outbreak spread in India very fast, here is all live updates