ભારત કોરોના Live : દેશમાં કુલ કોરોના કેસોની સંખ્યા 39 લાખને પાર, ગઈકાલે 11.69 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરાયા

Today Corona-Covid Death,Case in Arunachal,Bihar,Goa,Gujarat,Haryana,Karnataka,MP,Maharashtra,Punjab,Rajasthan,Tamil Nadu,Telangana,Uttar Pradesh,Uttarakhand,West Bengal,Delhi,Jammu and Kashmir And All State.jpg

www.vyaapaarsamachar.com

અમદાવાદ : પહેલી સપ્ટેમ્બરથી દેશમાં અનલોક 4.0ની પ્રક્રીયા શરૂ થઈ છે. સરકારે નિયમો વધુ હળવા કર્યા છે. દેશભરમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધી છે ત્યારે તેની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. દેશમાં અનેક દિગ્ગજ રાજકીય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ કોરોના સંક્રમિત આવતા દેશમાં ભયનો માહોલ પ્રવર્ત્યો છે. કોરોનાથી દેશે અનેક પ્રભાવી હસ્તીઓ ગુમાવી છે. આ વચ્ચે સતત વધી રહેલી પોઝિટીવ કેસની સંખ્યા ચિંતામાં વધારો કરી રહી છે. જો કે, વેક્સીનના ટ્રાયલ બીજા તેમજ અંતિમ તબક્કામાં હોઈ આશાઓ જાગી છે. પરંતુ હાલ આપણે સૌ ઘરે રહીએ અને સુરક્ષિત રહીએ. આ સ્થિતિમાં આપને ઘરે બેઠા દેશના તમામ ખૂણેથી માહિતી મળી રહે તે માટે વ્યાપાર સમાચાર તત્પર છે અને આપને આપી રહ્યા છીએ પળેપળની ખબર અહિં….

ભારતમાં કોરોનાની સ્થિતિ

  • સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે
  • દેશમાં ગઈકાલે વધુ 83,341 કોરોના કેસ નોંધાયા અને વધુ 1096ના મોત નિપજ્યા
  • દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર  – 77.09%
  • કુલ સંક્રમિતોની સંખ્યા – 39,36,748
  • મૃત્યુઆંક – 68,472
  • કુલ સ્વસ્થ થયા- 30,37,152
  • કુલ એક્ટિવ કેસ –  8,31,124

કોરોના વાયરસ અપડેટ્સ

દેશમાં કુલ 4.66 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરાયા : ICMR

ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)એ જણાવ્યું છે કે, દેશમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે 3 સપ્ટેમ્બર સુધીમાં 4,66,79,145 ટેસ્ટ કરાયા છે, જેમાંથી ગઈકાલે 11,69,765 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Image

રાજસ્થાનમાં BJP પ્રદેશ અધ્યક્ષ કોરોના પોઝિટિવ

રાજસ્થાનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીષ પૂનીયાએ ટિ્‌વટ કર્યું હતું કે, ગઈકાલે પ્રવાસેથી આવ્યા બાદ મેં કોવિડનો ટેસ્ટ કરાવ્યો, જોકે કોઈ લક્ષણો નહોતા, પરંતુ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તબીબી સલાહ પર મેં આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય લીધો છે.

Web Title: 4 September Friday: Covid 19 outbreak spread in India very fast, here is all live updates