ભારત કોરોના Live: દેશમાં કોરોનાના કેસોની સંખ્યા 20.27 લાખને પાર

india-news
|

August 07, 2020, 4:23 PM

| updated

August 07, 2020, 4:23 PM


07 August, Thursday COVID 19 outbreak spread in India very fast, here is all live updates.jpeg

www.vyaapaarsamachar.com

અમદાવાદ: દેશમાં કોરોના વાયરસ મહામારીને પગલે સરકારે લગાવેલા લોકડાઉનને ખોલવાનો એટલે કે અનલોક-3ની શરૂઆત થઈ છે. લોકડાઉન ખોલ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી છે અને અત્યાર સુધી  16 લાખથી વધારે લોકો કોરોના ભરડામાં આવ્યા છે. અનલોક-3માં સરકારે વધારે છુટછાટ ન આપતા માત્ર રાત્રી કરફ્યુ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે જેનાથી લોકોને મોટી રાહત મળી છે. તે ઉપરાંત 5મી ઓગસ્ટથી જીમ અને યોગ કેન્દ્રો પણ ખોલવાની મંજૂરી આપી છે. જો કે હાલ શાળા-કોલેજો અને મલ્ટિપ્લેક્સ ખોલવા પરનો પ્રતિબંધ યથાવત રાખ્યો છે.  

કોરોનાને કાબૂમાં લેવા માટે હાલ અમુક રાજ્યોએ 1 ઓગસ્ટથી સંપૂર્ણ લોકડાઉન અને અન્ય રાજ્યોમાં ચાર દિવસનું લોકડાઉન તો  અમુક રાજ્યોએ વિકેન્ડ લોકડાઉન અપનાવ્યું છે. આ સિવાય ગુજરાતમાં સ્થાનિક શહેરો અને નાના ગામો સ્વેચ્છાએ જનતા કરફ્યુનું પાલન કરી રહ્યા છે. ત્યારે હવે અમુક શરતો સાથે ધંધા-રોજગાર ચાલુ રાખી દેશમાં લોકડાઉનની સ્થિતિ યથાવત રખાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે. હાલ ખૂલેલા અમુક મંદિરો પણ બંધ થયા છે, દેશમાં અનેક દિગ્ગજ રાજકીય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ કોરોના સંક્રમિત આવતા દેશમાં ભયનો માહોલ પ્રવર્ત્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ સાથે જ દેશ અમ્ફાન, નિસર્ગ જેવા તોફાનો, તીડ પ્રહાર, સરહદે તણાવ, ભૂકંપ સામે લડ્યો છે, આર્થિક તંગી અનુભવાઈ રહી છે. હાલ આસામમાં ભયાનક પૂરની સ્થિતિ છે. તેની સાથે જ બિહાર પણ પૂર અસરગ્રસ્ત બન્યું છે. કોરોનાથી દેશે અનેક પ્રભાવી હસ્તીઓ ગુમાવી છે. આ વચ્ચે સતત વધી રહેલી પોઝિટીવ કેસની સંખ્યા ચિંતામાં વધારો કરી રહી છે. જો કે, વેક્સીનના ટ્રાયલ બીજા તેમજ અંતિમ તબક્કામાં હોઈ આશાઓ જાગી છે. પરંતુ હાલ આપણે સૌ ઘરે રહીએ અને સુરક્ષિત રહીએ. આ સ્થિતિમાં આપને ઘરે બેઠા દેશના તમામ ખૂણેથી માહિતી મળી રહે તે માટે વ્યાપાર સમાચાર તત્પર છે અને આપને આપી રહ્યા છીએ પળેપળની ખબર અહિં….

ભારતમાં કોરોનાની સ્થિતિ

  • સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમા બીજા ક્રમે
  • દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર  – 67.98%
  • કુલ સંક્રમિતોની સંખ્યા – 20,27,074
  • મૃત્યુઆંક – 41,585
  • કુલ સ્વસ્થ થયા – 13,78,105
  • કુલ એક્ટિવ કેસ – 6,07,384

કોરોના વાયરસ અપડેટ્સ

Web Title: 07 August, Thursday: COVID 19 outbreak spread in India very fast, here is all live updates