ભારત બાયોટેકની રસી COVAXINનું રોહતકમાં માનવ પરિક્ષણ શરૂ

india-news
|

July 17, 2020, 11:05 PM


Bharat Biotech Starts Human Trials Of Covid Vaccine In PGI Rohtak.jpg

www.vyaapaarsamachar.com

રોહતક: ભારતમાં કોરોના કેસોનો આંકડો 10 લાખને પાર પહોંચી ગયો છે, તો મૃતકોની સંખ્યા પણ 25 હજારને પાર પહોંચી ગઈ છે. ત્યારે વિશ્વભરના વૈજ્ઞાનિકો, દવા કંપનીઓ કોરોનાની વેક્સીન શોધવા માટે રાત-દિવસ કામ કરી રહી છે.

ભારતમાં હાલ વેક્સીન શોધવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે ભારતમાં બનેલી વેક્સિનનું માનવ પરિક્ષણ શરૂ થઈ ગયું છે. હરિયાણાના રોહતકની પોસ્ટ ગ્રેજ્યુએશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં ત્રણ લોકો પર રસીનું પરિક્ષણ કરાયું છે. COVAXIN નામની આ વેક્સિનને ભારત બાયોટેક નામની ફાર્મા કંપની દ્વારા બનાવવામાં આવી છે. PGIMSમાં છેલ્લા 10 દિવસથી વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ માટે એનરોલમેન્ટ ચાલી રહ્યું છે અને 100 લોકોએ આ પરિક્ષણનો ભાગ બનવા માટે પોતાના નામની નોંધણી કરાવી છે.

આરોગ્ય મંત્રી ટ્વિટ કરી આપી જાણકારી

  • હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વિજે આ અંગે ટ્વીટર પર જણાવ્યું હતું કે COVAXINની હ્યુમન ટ્રાયલ રોહતક PGIમાં આજથી શરુ કરાઈ છે.
  • ત્રણ લોકોને આ રસી આપવામાં આવી હતી, અને તેમના પર તેની કોઈ આડઅસર દેખાઈ નથી.
  • સંસ્થાના અધિકારીઓનું માનીએ તો, દેશમાં 12 જુદા-જુદા લોકેશન પર આ રસીની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરાશે.
  • અત્યાર સુધી 22 જેટલા વોલેન્ટિયર્સની મેડિકલ હિસ્ટ્રીને તપાસવામાં આવી ચૂકી છે, અને ત્રણ લોકોને રસી આજે આપવામાં આવી છે.

દેશમાં બે વેક્સીનને માનવ પરીક્ષણ માટે મંજૂરી અપાઈ

  • ભારત બાયોટેક તેમજ પુણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને આ રસીને વિકસાવી રહ્યા છે.
  • દેશમાં જે બે રસીની હ્યુમન ટ્રાયલ માટે પરમિશન મળી છે તેમાં આ રસીનો સમાવેશ થાય છે. હ્યુમન ટ્રાયલ ફેઝ-1 અને ફેઝ-2માં લેવાતી હોય છે. જેમાં ફેઝ 1માં 8 થી 10 લોકોને રસી અપાય છે.
  • જ્યારે બીજા તબક્કામાં મોટી સંખ્યામાં લોકોને રસી આપી તેની અસરોનો ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કરાય છે.

Web Title: Bharat Biotech Starts Human Trials Of Covid Vaccine In PGI Rohtak