ભારે વરસાદથી BSEના હેડક્વાર્ટરનું ઓળખસમું ‘પ્રતિક’ ક્ષતિગ્રસ્ત

india-news
|

August 05, 2020, 10:29 PM

| updated

August 05, 2020, 10:35 PM


Heavy rain topples signage of Bombay Stock Exchange building in Mumbai.jpg

મુંબઇઃ મુંબઇમાં આજે બુધવારે ભારે પવન અને ભારે વરસાદથી ભારતના મુખ્ય શેરબજાર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)ના હેડક્વાર્ટરની ટોચ ઉપર લાગેલ તેનું પ્રતિક ચિહ્ન એટલે કે સિમ્બોલ ક્ષતિગ્રસ્ત થયુ અને નીચેની તરફ લટકવા લાગ્યુ છે. બીએસઇ એ એશિયાનું સૌથી જૂનું શેરબજાર છે અને તેનું મુખ્ય હેડક્વાર્ટર મુંબઇના 29 માળના જીજીભાઇ ટાવર્સમાં આવેલુ છે અને તે દક્ષિણ મુંબઇના ફોર્ટ વિસ્તારની સૌથી ઉંચી બિલ્ડિંગ છે.

અધિકારીઓનું કહેવુ છે કે બીએસઇના ધાબા ઉપર લાગેલુ આ પ્રતિક ચિહ્ન તૂટી ગયુ છે અને તે બિલ્ડિંગથી નીચેની તરફ લટકી રહ્યુ છે. આ પ્રતિક ચિહ્ન તૂટ્યાના થોડાંક સમયમાં તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરસ થવા લાગ્યા હતા. તેમણે કહ્યુ કે, પ્રતિક ચિહ્ન નીચે ઉતારવામાં કર્મચારીઓ અસમર્થ હોવાથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. મુંબઇ છેલ્લા બે દિવસથી ઝડપી પવન સાથે ભારે વરસાદ પડવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.

હવામાન વિભાગે મુંબઇમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.

Web Title: Heavy rain topples signage of Bombay Stock Exchange building in Mumbai