મારુતિ સુઝુકીએ ઈતિહાસમાં પ્રથમવાર નોંધાવી ચોખ્ખી ખોટ

share-market-news-india
|

July 29, 2020, 6:15 PM

| updated

July 29, 2020, 6:22 PM


Maruti Suzuki Reports First Quarterly Loss In 17 Years.jpg

www.vyaapaarsamachar.com

  • મારૂતિને જૂન ક્વાર્ટરમાં 249.4 કરોડ રૂપિયાનું નુકસાન
  • સૂચિબદ્ધ થયા બાદ કંપનીને પ્રથમ વખત નુકસાન થયું
  • કંપનીનું ત્રિમાસિક ચોખ્ખું વેચાણ ઘટીને રૂ.3,677.5 કરોડ નોંધાયું
  • જૂનના ક્વાર્ટરમાં કંપનીએ 76599 વાહનોનું વેચાણ કર્યું હતું

નવી દિલ્હી : દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી (MSI)ને ચાલુ વર્ષના એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં ચોખ્ખું રૂ. 249.4 કરોડનું નુકસાન થયું છે. એવું પ્રથમવાર બન્યું કે જ્યારે કંપની લિસ્ટિંગ થયા બાદ નુકસાન થયું. કોરોના વાયરસની મહામારીના કારણે જૂન ક્વાર્ટરમાં વાહનોનું વેચાણ ખરાબ રીતે પ્રભાવિત થતાં મારુતિ સુઝુકીને નુકસાન થયું. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો 1435.5 કરોડ રૂપિયા નફો થયો હતો. આ સમયગાળા દરમિયાન કંપનીનું ત્રિમાસિક ચોખ્ખું વેચાણ ઘટીને રૂ.3,677.5 કરોડ થયું છે, જે એક વર્ષ અગાઉ આ સમયગાળામાં રૂ.18,735.2 કરોડ નોંધાઈ હતી.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેણે જૂન ક્વાર્ટરમાં 76599 વાહનોનું વેચાણ કર્યું છે, જેમાંથી, કંપનીએ 9572 યુનિટની નિકાસ કરી અને સ્થાનિક બજારમાં 67027 યુનિટ વેચ્યા હતા. ગત નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં મારુતિએ 402594 વાહનોનું વેચાણ કર્યું હતું. કંપનીએ કહ્યું કે, કોવિડ-19 રોગચાળાને કારણે જૂન ક્વાર્ટર તેના ઇતિહાસમાં અભૂતપૂર્વ કહેવાશે.. આ સમય દરમ્યાન લોકડાઉન હોવાને કારણે મોટાભાગનું ઉત્પાદન કે વેચાણ થયું ન હતું. મે મહિનામાં ઉત્પાદન અને વેચાણ ખૂબ મર્યાદિત માત્રામાં શરૂ થયું.

કંપનીએ જણાવ્યું કે, અણારી પ્રથમ પ્રાથમિકતા અમારા તમામ કર્મચારીઓ અને અમારી સાથે સંકળાયેલા તમામ સહયોગીઓ, ગ્રાહકોના આરોગ્ય અને સલામતી છે, તેથી કંપનીએ સાવધાનીથી સેફ્ટી પ્રોટોકોલ ડિઝાઇન કર્યા જે પાલનના સ્તરથી ઉપર હતા. સમગ્ર જૂન ક્વાર્ટરનું ઉત્પાદન નિયમિત કામકાજના બે અઠવાડિયાની બરાબર હતા. તેથી કંપનીના ત્રિમાસિક પરિણામોને આ સંદર્ભમાં જોવું જોઈએ.

Web Title: Maruti Suzuki Reports First Quarterly Loss In 17 Years