માર્ચ સુધીમાં તૈયાર થઈ જશે કોરોનાની વેક્સીનઃ ઝાયડસ કેડિલા

gujarat-samachar-news
|

July 18, 2020, 2:39 PM


Corona vaccine to be ready by March 2021 Zydus Cadila.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ: અમદાવાદની કંપની ઝાયડસ કેડિલા હેલ્થકેર લિમિટેડે 15 જુલાઈથી કોવિડ -19 વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી છે. આ માહિતી આપતા ઝાયડસ કેડિલાના ચેરમેન અને એમડી પંકજ આર પટેલે જણાવ્યું હતું કે કોવિડ – 19 ની સંભવિત વેક્સીન ZyCov-D ની ક્લિનિકલ ટ્રાયલ સાત મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આગામી ત્રણ મહિનામાં ફેઝ વન અને ફેઝ ટુના ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. તે પછી તેનો ડેટા રેગ્યુલેટરને સોંપવામાં આવશે. ઉપરાંત, કંપની કોરોનાને ઠીક કરવા માટે ઉપયોગમાં લેવાતા સૌથી અસરકારક રેમડેસિવીર બનાવવાની પણ તૈયારી કરી રહી છે.

તેમણે જણાવ્યું કે, રિસર્ચના પરીણામ બાદ ડેટા ઉત્સાહવર્ધક રહ્યા અને પરીક્ષણ દરમિયાન રસી પ્રભાવી રહી તો પરીક્ષણ પૂર્ણ કરવા અને રસી તૈયાર કરવામાં 7 મહિનાનો સમય લાગશે એવા અંદાજ છે. પટેલે કહ્યું કે અમારો લક્ષ્ય સૌથી પહેલા ભારતીય માર્કેટની માગ પૂરી કરવાનો છે.

તેમણે એમ પણ કહ્યું કે જ્યારે એક વેક્સિન તૈયાર થઈ જાય છે ત્યારે તેના પર હ્યુમન ટ્રાયલ કરવામાં આવે છે ત્યાર બાદ ઓછામાં ઓછા 4-6 મહિનાનો સમય એટલા માટે લેવામાં આવે છે કે એન્ટીબોડી દર્દીના શરીરમાં એટલા દિવસ છે કે નહીં એ જાણી શકાય શકાય છે. એક વેક્સિન ત્યારે જ સફળ માનવામાં આવે છે જ્યારે ઓછામાં ઓછા 60 ટકા લોકોમાં ઇમ્યુનિટીને જનરેટ કરી શકે, જે ઉદ્દેશ્યથી તેને તૈયાર કરવામાં આવી છે.

ઝાયડસ કેડિલાના ચેરમેન અને એમડી પંકજ આર પટેલે જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં રેમડેસિવીર બનાવવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વના ઘણા દેશોની હોસ્પિટલોમાં ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન, તે બહાર આવ્યું હતું કે રેમડેસિવીર કોરોનાના લક્ષણોની અવધિ 15 દિવસથી ઘટાડીને 11 દિવસ કરી શકે છે. આને કારણે રેમડેસિવીરની માંગ પણ વધી છે. જો કે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ અસરકારક સારવાર નથી. પરંતુ કોઈ દવાની ગેરહાજરીમાં, ડોકટરો આ દવા ભારતમાં કોરોનાના દર્દીઓ માટે આપી રહ્યા છે. આ કારણે દિલ્હી અને ભારતના અન્ય શહેરોમાં માંગ વધી છે.

Web Title: Zydus Cadila said about Coronavirus Vaccine – Expected to launch vaccine by March 2021